ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 1984થી લઈને હાલમાં જીતેલા T20 વર્લ્ડકપ સુધીમાં સફળતાના નવા આયામોને સ્પર્શ કર્યો છે. પરંતુ ક્રિકેટ ચાહકોના મનમાં વારંવાર આ સવાલ ઊભો થતો રહે છે કે આ સમયગાળા દરમિયાન સૌથી વધુ મેચોમાં ભારતીય ટીમની સફળ કેપ્ટનશીપ કોણે કરી છે.
213 મેચોમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરીને આ યાદીમાં ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી ત્રીજા ક્રમે સ્થાન ધરાવે છે. જેમાં વિરાટે ટીમને 135 મેચમાં જીત અપાવી હતી. જ્યારે વિરાટ કોહલીના નેતૃત્વમાં ટીમ 60 મેચ હારી હતી.
સૌથી વધુ મેચોમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરવાનો રૅકોર્ડ મહેન્દ્ર સિંહ ધોનીના નામે છે. તેણે 332 મેચમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી હતી. જેમાં ટીમ 178 મેચ જીત હતી. જ્યારે 120 મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આમ ધોનીની જીતની ટકાવારી 53.61 રહી હતી. ધોની સૌથી સફળ કેપ્ટન તરીકે સૌથી આગળની હરોળમાં પોતાનું સ્થાન ધરાવે છે.
સૌરવ ગાંગુલીએ કુલ 195 મેચોમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરીને આ યાદીમાં ચોથું સ્થાન ધરાવે છે. તેમાંથી ટીમે 97 મેચ જીતી છે, જ્યારે ટીમને 78 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. કેપ્ટન તરીકે સૌરવ ગાંગુલીની જીતની ટકાવારી 49.74 રહી હતી.
ભારતીય ક્રિકેટ ટીમની સૌથી વધુ મેચોમાં કેપ્ટનશીપ કરવામાં મોહમ્મદ અઝહરુદ્દીનનું નામ બીજા નંબરે આવે છે. અઝહરુદ્દીને 221 મેચોમાં ભારતીય ટીમની કમાન સંભાળી હતી. તેમાંથી 104 મેચ ટીમ જીતવામાં સફળ રહી હતી, જ્યારે ટીમને 90 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
હાલની ભારતીય ટીમની કમાન સંભાળી રહેલ રોહિત શર્મા અત્યાર સુધીમાં 126 મેચોમાં ટીમની કેપ્ટનશીપ કરી ચૂક્યો છે. જેમાં તેણે 93 મેચમાં ટીમને જીત અપાવી હતી, જ્યારે ટીમ 28 મેચ હારી ગઈ હતી. અને 2 મેચ ટાઇ, 2 મેચ ડ્રો, અને 2 મેચ અનિર્ણિત રહી હતી. કૅપ્ટન તરીકે રોહિત શર્માની જીતની ટકાવારી 73.80 રહી હતી.