બોલિવૂડ સ્ટાર્સમાં અત્યારે એક કારનો ખૂબ ક્રેઝ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનામાં અનેક સ્ટાર્સે તેમના કાર કલેક્શનમાં આ કમ્ફર્ટેબલ MPV કાર સામેલ કરી છે.

આ કારના ખરીદારોની લિસ્ટમાં જાહ્નવીનું પણ નામ સામેલ થઈ ગયું છે. અમે વાત કરી રહ્યા છીએ Lexus LM MPVની. છેલ્લા થોડા મહિનાથી અનેક સ્ટાર્સે આ કાર ખરીદી છે.

હાલમાં જ મુંબઈના રોડ પર જાહ્નવીને આ કાર સાથે સ્પોટ કરવામાં આવી છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. તો ચાલો જાણીએ કેવી છે આ કાર.

લેક્સસ ઈન્ડિયાએ હાલમાં 350h લક્ઝરી MPVને 2 કરોડ રૂપિયાની શરૂઆતની કીમત પર લોન્ચ કરી છે. 2 સીટર લાઉન્જ પેકેજ સાથે રેન્જ-ટોપિંગ વેરિઅન્ટની કીમત 2.50 કરોડ રૂપિયા છે.

તેના ફ્રન્ટમાં એક મોટી ઓવરસાઇઝ્ડ ગ્રિલ આપવામાં આવી છે જે સ્લિક LED હેડલેમ્પ અને સ્ટાઇલિશ વર્ટિકલ ફોગલેમ્પ હાઉઝિંગથી કનેક્ટેડ છે.

આ કારને 4 સીટર અને 7 સીટર બંને ઓપ્શન સાથે પ્રસ્તુત કરવામાં આવી છે. 4 સીટર વેરિએન્ટમાં તમને કેબિનની અંદર સૌથી વધુ સ્પેસ મળશે અને તેના ઈન્ટિરિયરને કોઈ ઘરની જેમ સજાવવામાં આવી છે.

આ સિવાય નાનકડું ફ્રિજ, ફોલ્ડેબલ ટેબલ, અમ્બ્રેલા હોલ્ટર, હીટેડ આર્મરેસ્ટ અનેક જુદા-જુદા USB પોર્ટ, વાયરલેસ ફોન ચાર્જર, રીડિંગ લાઇટ્સ, વેનિટી મિરર જેવા અનેક ફીચર્સ મળે છે.

પાછળ બેઠેલા યાત્રીઓ માટે એક જુદી સ્માર્ટ કંટ્રોલ પેનલ, ક્લાઇમેટ કંટ્રોલ, સીટ ફંક્શન, ઈન્ટિરિયર લાઇટિંગ વગેરે ઓપરેટ કરવાની સુવિધા આપવામાં આવી છે.

આ કારમાં એક ડિજિટલ રિયર-વ્યૂ મિરર, એક પેનોરમિક-વ્યૂ મોનિટર, એક ડિજિટલ ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ અને એડવાન્સ ડ્રાઇવિંગ આસિસ્ટન્ટ સિસ્ટમ આપવામાં આવી છે.

આ કાર પ્રી-ક્રેશ સેફ્ટી, ડાયનેમિક રડાર ક્રૂઝ કંટ્રોલ, લેન ડિપાર્ચર આસિસ્ટ અને ADAS સહિત અનેક બેસ્ટ સેફ્ટી ફીચર્સથી સજ્જ છે.