આજે અમે તમને એવી ટીવી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેમણે સીરિયલમાં મા દુર્ગાનો રોલ કરી દર્શકોના દિલ જીતી લીધા છે.

આકાંક્ષા પુરી 'વિઘ્નહર્તા ગણેશ'માં મા દુર્ગાના રોલમાં જોવા મળી હતી. આ સીરિયલથી અભિનેત્રીને ઘણી લોકપ્રિયતા મળી હતી.

આ યાદીમાં દલજીત કૌરનું નામ પણ સામેલ છે. અભિનેત્રીએ સીરિયલ 'મા શક્તિ'માં દુર્ગા માતાનું પાત્ર ભજવ્યું હતું.

કોયલ મલ્લિકે 'યા દેવી સર્વ ભૂતેષુ' સીરિયલમાં માતા દુર્ગાની ભૂમિકા ભજવી હતી.

મદિરાક્ષી મુંડલે પણ સીરિયલ 'વિઘ્નહર્તા ગણેશ'માં દુર્ગા માતાની ભૂમિકા ભજવી હતી. ચાહકોએ આ ભૂમિકામાં અભિનેત્રીને ખૂબ પસંદ કરી હતી.

પૂજા શર્માએ ફેમસ ટીવી શો 'મહાકાળી'માં મા કાલીનો રોલ કરીને બધાના દિલ જીતી લીધા હતા.

રતિ પાંડે એ 'દેવી આદિ પરાશક્તિ'માં મા દુર્ગાનો રોલ કરનાર કર્યો હતો. રતિએ પોતાના વ્યક્તિત્વથી સૌના દિલ જીતી લીધા હતા.

'દેવોં કે દેવ મહાદેવ'માં સોનારિકા ભદૌરિયાએ મા પાર્વતી અને મા દુર્ગાની ભૂમિકા ભજવી હતી. આ શોથી અભિનેત્રીને લોકપ્રિયતા મળી હતી.