ટીવી એક્ટ્રેસ તેનાથી 9 વર્ષ નાના ક્રિકેટર શુભમન ગિલ સાથે લગ્ન કરી રહી છે?

ટીવી એક્ટ્રેસ રિદ્ધિમા પંડિત આ દિવસોમાં ભારતીય ક્રિકેટર શુભમન ગિલ સાથે લગ્ન સમાચારને લઈને ચર્ચામાં છે.

હાલમાં જ સમાચાર સામે આવ્યા હતા કે રિદ્ધિમા આ વર્ષે ડિસેમ્બર 2024માં શુભમન ગિલ સાથે લગ્ન કરવા જઈ રહી છે.

રિદ્ધિમાએ હવે લગ્નના વાયરલ સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે, કહ્યું કે તે શુભમન ગિલ સાથે લગ્ન નથી કરી રહી.

પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કરીને, રિદ્ધિમાએ ક્રિકેટર શુભમન ગિલ સાથેના તેના લગ્નના સમાચારોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે.

રિદ્ધિમાએ કહ્યું- જ્યારે હું જાગી તો ઘણા પત્રકારો મને ફોન કરીને મારા લગ્ન વિશે પૂછવા લાગ્યા. પણ કયા લગ્ન?

હું લગ્ન નથી કરી રહી. જો મારા જીવનમાં આટલું મહત્ત્વપૂર્ણ કંઈક બને, તો હું તમને તે વિશે જાતે કહીશ.

રિદ્ધિમા પંડિતની વાત કરીએ તો તે એક લોકપ્રિય ટીવી અભિનેત્રી છે. તેને 'બહુ હમારી રજનીકાંતા' થી ઓળખ મળી.

રિદ્ધિમા બિગ બોસ ઓટીટીમાં પણ જોવા મળી હતી. જોકે, તે ટૂંક સમયમાં જ શોમાંથી બહાર થઈ ગઈ હતી. રિદ્ધિમા 'ખતરો કે ખિલાડી'માં પણ જોવા મળી છે.

શુભમલ ગીલ ભારતીય ક્રિકેટ ટીમનું ગૌરવ છે. રિદ્ધિમા પહેલા તેનું નામ સારા અલી ખાન અને સારા તેંડુલકર સાથે પણ જોડાયેલું હતું.

શુભમન ગિલ માત્ર 24 વર્ષનો છે જ્યારે રિદ્ધિમા પંડિત 33 વર્ષની છે. બંનેની ઉંમરમાં લગભગ 9 વર્ષનો તફાવત છે.