તૃપ્તિ ડિમરી ફિલ્મ ‘એનિમલ’ પછી રાતોરાત નેશનલ ક્રશ બની ગઈ છે. ભાભી 2ની ભૂમિકાએ તેની કિસ્મત ચમકાવી દીધા છે અને તેની પાસે એક પછી એક ઘણી ફિલ્મોની ઓફર આવી રહી છે.
હાલમાં જ સાજિદ નડિયાદવાલાએ તેની સાથે એક ફિલ્મની એનાઉન્સમેન્ટ કરી છે. નડિયાદવાલા એન્ડ સન્સે 13 સપ્ટેમ્બરે અનટાઈટલ ફિલ્મની એનાઉન્સમેન્ટ કરી છે.
આમાં શાહિદ કપૂરની સાથે તૃપ્તિ ડિમરી લીડ રોલમાં હશે. વિશાલ ભારદ્વાજ આ ફિલ્મનું નિર્દેશન કરશે. ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી નથી.
‘વિકી ઔર વિદ્યા કા વો વાલા વીડિયો’ના ટ્રેલરને લોકોએ પસંદ કર્યું છે. આ કોમેડી-ડ્રામા મૂવીમાં તૃપ્તિ ડિમરી, રાજકુમાર રાવ, વિજય રાઝ, મલ્લિકા શેરાવત અને અર્ચના પુરણ સિંહ છે. ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થશે.
ધડકની સિક્વલ ‘ધડક 2’ માટે પણ તૃપ્તિ ડિમરીને સાઈન કરવામાં આવી છે. આમાં તેના વિરુદ્ધ સિદ્ધાંત ચતુર્વેદી હશે. આ ફિલ્મ 22 નવેમ્બર 2024ના રોજ રિલીઝ થઈ રહી છે.
‘ભૂલ ભૂલૈયા 3’ કાર્તિક આર્યનની મચઅવેટેડ ફિલ્મ છે. આ હોરર કોમેડીમાં તેની સામે તૃપ્તિ ડિમરી હશે. આ ફિલ્મ 1 નવેમ્બરના રોજ રિલીઝ થશે. ‘સિંઘમ અગેઇન’ સાથે ક્લેશને કારણે તેની રિલીઝ ડેટ બદલાઈ શકે છે.
‘એનિમલ’થી તૃપ્તિ ડિમરીની કિસ્મત ચમકી તો એવી અટકળો લગાવવામાં આવી કે તેનો રોલ પાર્ટ 2માં વધુ શક્તિશાળી હશે. ‘એનિમલ’ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ બની રહી છે.
સંદીપ રેડ્ડી વાંગા આ ફિલ્મને લઈને સિક્રેટિવ રહે છે, તેથી હજુ સુધી ઓફિશિયલી જાણી શકાયું નથી કે તૃપ્તિ તેમાં હશે કે નહીં અને ફિલ્મ ક્યારે રિલીઝ થશે. એવા સમાચાર હતા કે, તૃપ્તિ ‘આશિકી 3’માં હશે પરંતુ આ સમાચાર ખોટા નીકળ્યા.
ત્યારબાદ વધુ એક સમાચાર આવ્યા કે ‘ભૂલ ભૂલૈયા 3’ પછી તૃપ્તિ ડિમરી અને કાર્તિક આર્યન બીજી ફિલ્મમાં સાથે કામ કરશે, તેના નિર્દેશક અનુરાગ બાસુ હશે.