એમેઝોન પ્રાઇમ મેમ્બરશિપ માટે 30 દિવસની ફ્રી ટ્રાયલ આપવામાં આવી રહી છે. જેમાં ફ્રી શિપિંગ, મ્યુઝિક, વીડિયો, શોપિંગ, ગેમિંગ અને રીડિંગ વગેરેનો સમાવેશ થાય છે.

એક મહિના માટે 299 રૂપિયા અને એક વર્ષ માટે 1499 રૂપિયા ચૂકવવાથી પાંચ યુઝર્સ ઉપયોગ કરી શકશે.જ્યારે 799 રૂપિયામાં ફક્ત એક યુઝર 1 વર્ષ ઉપયોગ કરી શકે છે.

પ્રાઇમ ઓફર્સ પર જઈને "સ્ટાર્ટ ટ્રાયલ" પર ક્લિક કરો. ત્યાર બાદ એમેઝોન પર એકાઉન્ટ બનાવો અથવા પહેલેથી હોય તો લોગ ઈન કરો.

ફ્રી ટ્રાયલ ઓફર પૂરી થયા બાદ એકાઉન્ટ ઓટો રિન્યૂ થશે. આ માટે બેન્ક ડિટેઇલ્સ આપવા પડશે

ટ્રાયલ પીરિયડ પૂરો થયા બાદ યુઝરના એકાઉન્ટમાંથી પૈસા કપાઈ જશે. પૈસા ન કપાય તે માટે યુઝરે એમેઝોન એકાઉન્ટમાં જઈને પેમેન્ટ ડિટેઇલ્સને કેન્સલ અથવા ડિલીટ કરવી પડશે.

પેમેન્ટ ડિટેઇલ્સને કેન્સલ કરવાથી મેમ્બરશિપ કેન્સલ થઈ જશે અને યુઝર ફ્રી ટ્રાયલ પીરિયડની ઓફરનો ઉપયોગ કરી શકશે.

એમેઝોન પ્રાઇમમાં લિમિટેડ સમય માટે મેમ્બરશિપનો ફ્રીમાં ઉપયોગ કરી શકાશે.

સ્ટુડન્ટ માટે ફ્રી ટ્રાયલ પીરિયડનો ફાયદો ઉઠાવવા માટે યુઝર પાસે કોલેજ અથવા યુનિવર્સિટીનો ઈમેલ આઈડી હોવો જરૂરી છે.

છ મહિનાના ફ્રી ટ્રાયલ બાદ મેમ્બરશિપ માટે અડધી કિંમત ચુકવવાની રહેશે.