સ્પામ કોલના નામે થતી છેતરપિંડીઓ પર સરકાર કડક બની છે

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) આ સંબંધમાં નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે

જે હેઠળ જો કોઈ પ્રાઈવેટ મોબાઈલ નંબર પરથી ટેલીમાર્કેટિંગ કોલ કરશે તો તેની સામે કડક કાર્યવાહી થશે

ટ્રાઈ દ્વારા જારી કરવામાં આવેલ આ નિયમ 1 સપ્ટેમ્બર, 2024થી લાગુ કરવામાં આવશે

સરકારે ટેલીમાર્કેટિંગને લઈને નવી મોબાઈલ નંબર સીરીઝ બહાર પાડી છે

હવે બેંકિંગ અને ઈન્સ્યોરન્સ સેક્ટરે 160 નંબર સીરિઝથી જ પ્રમોશનલ કોલ અને મેસેજ કરવાના રહેશે

જો તમને સ્પામ કોલ અથવા મેસેજ આવે તો 'સંચાર સાથી પોર્ટલ' અથવા 1909 નંબર પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો