જો તમે રેલ્વેમાં મુસાફરી કરો છો અને કોઇ કારણસર ટિકિટ કેન્સલ કરો છો તો રેલવે તમારા પાસેથી ચાર્જ પણ વસૂલે છે.
જો તમારી ટિકિટ કન્ફર્મ છે અને તમે ટ્રેન ઉપડવાના સમયથી 48 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરાવો છો તો AC ફર્સ્ટ ક્લાસ અને એક્ઝીક્યુટિવ ક્લાસ કન્ફર્મ ટિકિટ પર 240 રૂપિયા કેન્સલેશન ચાર્જ પ્રતિ મુસાફર કપાય છે.
આ રીતે જો તમારી ટિકિટ સેકન્ડ ACની છે અને તેના માટે રેલવે 200 રૂપિયા કેન્સલેશન ચાર્જ વસૂલે છે.
જો તમારી ટિકિટ થર્ડ AC ચેરની અથવા થર્ડ AC ઇકોનોમી ક્લાસની છે તો 48 કલાક પહેલા ટિકિટ કેન્સલ કરવા પર રેલવે 180 રૂપિયા ચાર્જ વસુલે છે.
સ્લીપર ક્લાસ માટે 120 રૂપિયા અને સેકન્ડ ક્લાસ માટે 60 રૂપિયા કેન્સલેશન ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.
ટ્રેન ઉપડવાના 48 કલાકથી ઓછા અથવા 12 કલાક પહેલા સુધી કન્ફર્મ ટિકિટ કેન્સલ કરો છો તો એવામાં કેન્સલેશન ચાર્જના રૂપમાં ટિકિટની રકમ 25% રેલવે કાપી લેશે.