ટોયોટાએ પોતાની નવી એસયુવીનું ટીઝર રિલીઝ કર્યું છે. આ નવી એસયુવી આવ્યા પછી કંપનીના નામે એક સસ્તી એસયુવી જોડાઈ જશે.
જાપાની કાર કંપની આવતીકાલે એટલે કે 3 એપ્રિલના Toyota Urban Cruiser Taisor એસયુવી લોન્ચ કરશે.
રસપ્રદ વાત એ છે કે ટોયોટા મારૂતિ સુઝુકીની ક્રોસઓવર એસયુવી Fronx પર આધારિત છે. આ ટોયોટાની રીબેઝ વર્ઝન હશે.
ટોયોટા અને મારૂતિ સુઝુકી વચ્ચે પાર્ટનરશિપ હેઠળ મારૂતિ Fronxને ટોયોટા માટે Toyota Taisorના નામથી લોન્ચ કરવામાં આવશે.
Toyota Taisor જોઈને લાગે છે કે Toyota Taisorની બહારની ડિઝાઇન મારૂતિ Fronx કરતા થોડી અલગ હશે. તેના એક્સટિરિયરમાં થોડા ફેરફાર કરવામાં આવી શકે છે.
તેમાં મારૂતિ Fronx જેવા જ ઈન્ટિરિયર આપવામાં આવ્યા હશે એવી આશા છે. Taisorના ફીચર્સ પણ મારૂતિ Fronx જેવા હોય શકે છે.
Toyota Taisor કંપનીની સૌથી સસ્તી એસયુવી હશે જે બે પેટ્રોલ એન્જિન ઓપ્શન સાથે આવશે. તેનો મુકાબલો મારૂતિ Fronx અને નિસાન મેગ્નાઇટ, ટાટા નેક્સોન, કિઆ સોનેટ સાથે થશે.