વર્તમાનમાં દરેક દેશ પાસે જાસુસી માટે પોતાની જાસુસી એજન્સી છે. એજન્સીનું કામ સરકાર, રાજકીય પક્ષ કે મહત્ત્વપૂર્ણ વ્યક્તિની જાસુસી કરવાનું હોય છે.

અમેરિકાની જાસુસી એજન્સી CIAની સ્થાપના વર્ષ 1947માં થઇ હતી. CIAને વિશ્વમાં સૌથી વધુ સક્ષમ અને તાકાતવર માનવામાં આવે છે.

ઇઝરાયેલની જાસુસી એજન્સી મોસાદને વિશ્વની સૌથી સારી અને ખતરનાક જાસુસી એજન્સીમાં ગણવામાં આવે છે. મોસાદની સ્થાપના વર્ષ 1949માં કરવામાં આવી હતી.

ભારતની જાસુસી એજન્સી RAW પણ વિશ્વની સૌથી તાકતવર જાસુસી એજન્સી ગણાય છે. RAWની સ્થાપના 1968માં કરવામાં આવી હતી.

પાકિસ્તાનની જાસુસી એજન્સી ISIની સ્થાપના 1948માં થઇ હતી. ઓસ્ટ્રેલિયન મૂળના બ્રિટિશ આર્મી ઓફિસર મેજર જનરલ આર.કૈથોમે તેનો પાયો નાખ્યો હતો.

ચીનની જાસુસી એજન્સી MSS સૌથી મોટી જાસુસી એજન્સી છે, તેની સ્થાપના 1983માં થઇ હતી.