ઇંગ્લેન્ડ આ મામલે ત્રીજા સ્થાને છે. ટીમે પ્રથમ દાવમાં 2 વખત 500થી વધુ રન બનાવ્યા હતા, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો.
ટેસ્ટ ઈતિહાસમાં પહેલીવાર પ્રથમ ઈનિંગમાં 500થી વધુ રન બનાવ્યા બાદ હારનાર ટીમોમાં પાકિસ્તાન ટોચ પર છે. પાકિસ્તાન સાથે આવું 5 વખત બન્યું છે, જ્યારે તેણે 500થી વધુ રન બનાવ્યા હતા, પરંતુ વિરોધી ટીમનો વિજય થયો હતો.
તે જ સમયે, ન્યુઝીલેન્ડે પણ બે વાર 500થી વધુ રન બનાવ્યા બાદ પરાજય થયો હતો.
પ્રથમ ઈનિંગમાં 500થી વધુ રન બનાવ્યા બાદ હારનારી ટીમમાં ઓસ્ટ્રેલિયા બીજી ક્રમે છે. ઓસ્ટ્રેલિયા સાથે આવું 3 વખત બન્યું છે જ્યારે તેણે પ્રથમ દાવમાં 500થી વધુ રન બનાવ્યા હતા, તેમછતાં હારનો સામનો કરવો પડ્યો હતો.
તેમજ બાંગ્લાદેશ એક એવી ટીમ છે, જેણે ટેસ્ટ મેચમાં બે વખત 500 થી વધુ રન બનાવ્યા હતા, પરંતુ તેમ છતાં ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
500થી વધુ રન બનાવ્યા બાદ હારનાર ટોપ-5 ટીમો, પાકિસ્તાન પહેલા ક્રમે