ભારતમાં સૌથી વધુ વેચાનારી ઇલેક્ટ્રિક કાર Tata Nexon EV છે. આ કાર 300 કિલોમીટર સુધીની રેન્જ અને 60 મિનિટમાં 0થી 80% સુધી ચાર્જ થવાની સુવિધા આપે છે. આ કારની Ex-Showroom કિંમત 14.99 લાખ રૂપિયા છે.

Tata Punch EV 10.98 લાખની શરૂઆતની Ex Showroom કિંમત ધરાવે છે. આ કારમાં 315થી 421 KM સુધીની રેન્જ અને 56 મિનિટમાં 0થી 80% સુધી ચાર્જ થવાની સુવિધા મળી જાય છે.

MG Comet EV 5 કલાકમાં 0થી 80%ની ચાર્જિંગ સ્પીડ સાથે આ લિસ્ટમાં સામેલ છે. આ કારની શરૂઆતની Ex Showroom કિંમત 7.98 લાખ રૂપિયા છે.

3.6 કલાકમાં 0થી 100%ની ચાર્જિંગ સ્પીડ સાથે Tata Tiago EV બેસ્ટ ઓપ્શન બની શકે છે. મહત્ત્વપૂર્ણ છે કે આ કારની શરૂઆતની Ex Showroom 8.69 લાખ છે.

Tata Tigor EV કારની શરૂઆતની Ex Showroom કિંમત 12.49 લાખ રૂપિયા છે. આ ટાટાની એક સારી ઇલેક્ટ્રિક કાર છે જે 8 કલાકમાં 0થી 80% સુધી ચાર્જ થઇ શકે છે.