સુનીલ નારાયણ અને ફિલ સોલ્ટે પંજાબ કિંગ્સ સામે 136 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી, પરંતુ શું તમે IPL ઇતિહાસમાં ટોપ-5 સૌથી મોટી ઓપનિંગ પાર્ટનરશિપ વિશે જાણો છો?

ક્રિસ લિન અને ગૌતમ ગંભીરનું નામ આ લિસ્ટમાં ત્રીજા સ્થાને છે. ગુજરાત લાયન્સ સામે લિન અને ગંભીરે પ્રથમ વિકેટ માટે 184 રનની ભાગીદારી કરી હતી.

આઈપીએલના ઈતિહાસમાં સૌથી મોટી ઓપનિંગ ભાગીદારીનો રેકોર્ડ લખનૌ સુપર જાયન્ટ્સના કેએલ રાહુલ અને ક્વિન્ટન ડી કોકના નામે છે. બંને કેકેઆર સામે 210 રનની ભાગીદારી કરી હતી.

કેએલ રાહુલ અને મયંક અગ્રવાલ યાદીમાં ચોથા સ્થાને છે. રાહુલ અને મયંકે રાજસ્થાન રોયલ્સ સામે પ્રથમ વિકેટ માટે 183 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી.

ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટો આ યાદીમાં બીજા સ્થાને છે. વોર્નર અને જોની બેયરસ્ટોએ બેંગ્લોર સામે 185 રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.

ઋતુરાજ ગાયકવાડ અને ડ્વેન કોનવે પાંચમા સ્થાને છે. ગાયકવાડ અને કોનવેએ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે પ્રથમ વિકેટ માટે 182 રનની ભાગીદારી નોંધાવી હતી.