T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર ટોપ-5 બેટ્સમેન

સોર્સ : Google

ક્રિકેટ ફેન્સ T20 વર્લ્ડ કપ 2026ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જે7 ફેબ્રુઆરીથી 8 માર્ચ દરમિયાન ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે યોજાશે. આ દરમિયાન અમે જણાવીશું કે આ ટુર્નામેન્ટના ઈતિહાસમાં કયા બેટ્સમેને સૌથી વધુ સિક્સ ફટકારી છે.

સોર્સ : Google

વેસ્ટ ઈન્ડિઝનો ભૂતપૂર્વ કેપ્ટન અને વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ક્રિસ ગેલ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે.

સોર્સ : Google

ક્રિકેટ જગતમાં 'યુનિવર્સ બોસ' તરીકે જાણીતા ગેલે T20 વર્લ્ડ કપની 33 મેચોમાં કુલ 63 સિક્સ ફટકારી છે.

સોર્સ : Google

ભારતના ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા આ યાદીમાં બીજા સ્થાને છે. T20 વર્લ્ડ કપ 2024માં ભારતને જીતાડ્યા બાદ, રોહિતે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

સોર્સ : Google

હિટમેન તરીકે જાણીતા રોહિતે T20 વર્લ્ડ કપમાં રમેલી 47 મેચોમાં કુલ 50 સિક્સ ફટકારી છે.

સોર્સ : Google

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી વિકેટકીપર-બેટ્સમેન જોસ બટલર ત્રીજા સ્થાને છે.

સોર્સ : Google

આ યાદીમાં બટલર એકમાત્ર ખેલાડી છે જે 7 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલા T20 વર્લ્ડ કપમાં રમતો જોવા મળશે. બટલરે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 35 મેચમાં 43 સિક્સ ફટકારી છે.

સોર્સ : Google

ઓસ્ટ્રેલિયાનો ભૂતપૂર્વ ક્રિકેટર અને વિસ્ફોટક ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર આ યાદીમાં ચોથા સ્થાને છે. આ લેફટી બેટ્સમેને T20 વર્લ્ડ કપમાં રમેલી 41 મેચમાં કુલ 40 સિક્સ ફટકારી છે.

સોર્સ : Google

ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને અનુભવી બેટ્સમેન વિરાટ કોહલી આ યાદીમાં પાંચમા સ્થાને છે. રોહિતની સાથે વિરાટ કોહલીએ પણ T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે.

સોર્સ : Google

કોહલીએ T20 વર્લ્ડ કપમાં રમેલી 35 મેચમાં 35 સિક્સ ફટકારી છે. રોહિત અને વિરાટ હવે ફક્ત IPLમાં જ T20 ક્રિકેટ રમતા જોવા મળે છે.

સોર્સ : Google