T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર ટોપ 5 બેટ્સમેનની યાદી.

આ યાદીમાં પાંચમા સ્થાને શ્રીલંકાનો ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન તિલકરત્ને દિલશાન છે, તેણે T20 વર્લ્ડ કપમાં 897 રન બનાવ્યા છે.

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ T20 વર્લ્ડ કપમાં 963 રન બનાવ્યા છે, તે આ યાદીમાં ચોથા સ્થાને છે.

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ બનાવનાર બેટ્સમેનની યાદીમાં વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ ત્રીજા સ્થાને છે. તેણે 965 રન બનાવ્યા છે.

આ યાદીમાં શ્રીલંકાના પૂર્વ કેપ્ટન મહેલા જયવર્દને બીજા સ્થાને છે, T20 વર્લ્ડ કપમાં તેના નામે 1016 રન છે.

T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનની યાદીમાં વિરાટ કોહલી પહેલા નંબર પર છે.

વિરાટ કોહલીએ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ 1141 રન બનાવ્યા છે.

T20 વર્લ્ડ કપની નવમી આવૃત્તિ 1 જૂનથી અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાશે.

ઈંગ્લેન્ડની ટીમ હાલમાં T20 વર્લ્ડ કપની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે.

T20 વર્લ્ડ કપ 2024માં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે.