આ છે દુનિયાના 10 સૌથી અમીર ક્રિકેટર્સ

એક અહેવાલ અનુસાર, ક્રિકેટના ભગવાન તરીકે જાણીતા સચિન તેંડુલકરની નેટવર્થ લગભગ 170 મિલિયન ડોલર છે, જે તેને દુનિયાનો સૌથી અમીર ક્રિકેટર બનાવે છે.

બીજા નંબરે ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન એમએસ ધોની છે, જેની નેટવર્થ આશરે 111 મિલિયન ડોલર છે.

ત્રીજા નંબર પર ભારતનો વિસ્ફોટક બેટ્સમેન વિરાટ કોહલી છે જેની નેટવર્થ 92 મિલિયન ડોલર છે.

ઓસ્ટ્રેલિયાનો સૌથી સફળ અને પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ ચોથા નંબરે છે. જેની નેટવર્થ 70 મિલિયન ડોલર છે.

વેસ્ટ ઈન્ડિઝનો દિગ્ગજ બ્રાયન લારા, જે તેની સ્ટાઇલિશ બેટિંગ માટે લોકપ્રિય છે, તેની નેટવર્થ 60 મિલિયન ડોલર છે.

સ્વર્ગસ્થ શેન વોર્ન 50 મિલિયન ડોલરની નેટવર્થ સાથે છઠ્ઠા ક્રમે છે.

સાતમા ક્રમે સાઉથ આફ્રિકાનો પૂર્વ ઓલરાઉન્ડર જેક્સ કાલિસ છે, જેની નેટવર્થ લગભગ 48 મિલિયન ડોલરછે.

આક્રમક બેટિંગ માટે પ્રખ્યાત અને કોમેન્ટ્રી માટે પ્રખ્યાત પૂર્વ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ લગભગ 40 મિલિયન ડોલરની નેટવર્થ સાથે 8મા ક્રમે છે.

આ યાદીમાં 9મા ક્રમે ઓસ્ટ્રેલિયન પૂર્વ ઓલરાઉન્ડર શેન વોટસન છે, જેની નેટવર્થ લગભગ 40 મિલિયન ડોલર છે.

યાદીમાં 10મા નંબર પર યુવરાજ સિંહ છે, ક્રિકેટ ઉપરાંત, YWC બ્રાન્ડ અને કેન્સર જાગૃતિ પ્રોજેક્ટમાંથી કમાણી કરતા ક્રિકેટરની નેટવર્થ લગભગ 35 મિલિયન ડોલર છે.