IPL 2024માં 41 વખત 200થી વધુ રન બન્યા હતા. આ કોઈપણ સિઝનમાં સૌથી વધુ છે.
આ સિઝનમાં અન્ય સિઝનની સરખામણીમાં સૌથી વધુ 1260 સિક્સર ફટકારવામાં આવી છે.
આ સિઝનમાં સૌથી વધુ 14 ખેલાડીઓએ સદીની ફટકારી હતી. IPLમાં આ એક રેકોર્ડ છે.
RCB સામેની મેચમાં SRH એ 3 વિકેટે 287 રન બનાવ્યા હતા. જે IPLના ઈતિહાસનો આ સૌથી મોટો સ્કોર છે.
પંજાબ કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 262 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. IPLના ઈતિહાસમાં આ સૌથી મોટો રન ચેઝ છે
SRH અને RCB વચ્ચેની મેચમાં કુલ 549 રન થયા હતા. IPLની કોઈપણ મેચમાં આ સૌથી મોટો સ્કોર છે.
KKR અને SRH વચ્ચેની ફાઈનલ મેચ 29 ઓવરમાં પુરી થઈ ગઈ હતી. IPLના ઈતિહાસમાં કોઈપણ વિક્ષેપ વિના આ સૌથી ટૂંકી પ્લેઓફ/નોકઆઉટ મેચ છે.
સુનીલ નારાયણ ત્રીજી વખત (2012, 2018, 2024) સિઝનનો મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર બન્યો છે. આ સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ખેલાડી છે.
KKRએ 57 બોલ બાકી રહેતા IPLની ફાઈનલ મેચ જીતી લીધી હતી. પ્લેઓફ/નોકઆઉટમાં બોલ બાકી રહેવા સાથે આ સૌથી મોટી જીત છે.
શ્રેયસ અય્યર IPL ફાઈનલમાં બે અલગ-અલગ ટીમો દિલ્હી કેપિટલ્સ (2020) અને KKR (2024) ની કેપ્ટનશિપ કરનારો પ્રથમ ખેલાડી બન્યો છે.