પ્રિયંકા ચોપરા 12મા ધોરણ સુધી ભણી છે. તેણે મિસ વર્લ્ડનો તાજ જિત્યો અને પછી ફિલ્મોની ઓફર મળવા લાગી તો પ્રિયંકા આગળનો અભ્યાસ ના કરી શકી.

સુપર સ્ટાર સલમાન ખાને સ્કૂલના અભ્યાસ બાદ કોલેજમાં એડમિશન લીધું હતું પરંતુ ફિલ્મો માટે આગળનો અભ્યાસ છોડી દીધો.

કરિના કપૂરે સ્કૂલ અભ્યાસ બાદ મીઠીબાઈ કોલેજમાં એડમિશન લીધું હતું. પરંતુ ભણવામાં તેનું મન ના લાગતા એક્ટિંગ કરવાની શરૂ કરી દીધી.

દીપિકા પદુકોણે બેંગલોરની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તે ગ્રેજ્યુએશન કરવા ઈચ્છતી હતી પરંતુ મોડલિંગ ફિલ્ડમાં આવી ગયા પછી ફિલ્મો કરવા લાગી.

આમિર ખાને 12મા સુધીનો અભ્યાસ કર્યો છે. તેને સ્પોર્ટ્સમાં લગાવ હતો તો ભણવામાં ધ્યાન ના આપ્યું. પછી એક્ટિંગમાં કરિયર બનાવવા સ્પોર્ટ્સ પણ છોડ્યું.

કેટરીના કૈફ 14 વર્ષની ઉંમરે મોડલ તરીકે પોતાની કરિયર શરૂ કરી હતી. એ પછી તેણે સ્કૂલનો અભ્યાસ છોડી ઈન્ડિયા આવીને બોલીવુડમાં કામ શરૂ કર્યું.

રણબીર કપૂર ભણવામાં નબળો હતો. તેણે 10મું પાસ કર્યા પછી બોલીવુડમાં કરિયર બનાવવા મહેનત કરવા લાગ્યો.

કાજોલે પંચગીનીની સેન્ટ જોસેફ કોન્વેન્ટ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. પછી અભ્યાસથી બચવા 16 વર્ષની ઉંમરે જ બોલીવુડમાં ડેબ્યુ કરી લીધું.

આલિયા ભટ્ટે જમનાબાઈ નરસી સ્કૂલમાં અભ્યાસ કર્યો. તે પછી એક્ટિંગમાં કારકિર્દી બનાવવા માટે અભ્યાસ છોડી દીધો.

બોલીવુડ સ્ટાર અક્ષય કુમાર પોતાનો અભ્યાસ અધવચ્ચે છોડીને માર્શલ આર્ટ શીખવા બેંકોક ચાલ્યો ગયો હતો. પાછો આવ્યો ત્યારે ફિલ્મોમાં કામ મળતાં આગળ ભણી ના શક્યો.