Bollywoodનાં મહાનાયક અમિતાભ બચ્ચન આજે તેમનો 83મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તેમણે તેમની કારકિર્દીમાં અનેક બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. આ ખાસ દિવસે, ચાલો અભિનેતાની ટોપ 7 ફિલ્મો પર એક નજર કરીએ.

સોર્સ : google

આનંદ (1971): અમિતાભે ફિલ્મ "આનંદ"માં ડૉક્ટર તરીકે પોતાના અભિનયની પ્રતિભા દર્શાવી હતી. રાજેશ ખન્ના સાથેની તેમની કેમિસ્ટ્રી આજે પણ આ ફિલ્મને અવિસ્મરણીય બનાવી દે છે.

સોર્સ : google

શોલે (1975): 1975માં આવેલી આ ફિલ્મ "શોલે"એ અમિતાભને અમિતાભ બનાવી દીધો. ફિલ્મમાં બિગ Bનો ઉત્તમ અભિનય Bollywoodમાં આજે પણ ક્લાસીક મનાય છે.

સોર્સ : google

દીવાર (1975): દિવાર ફિલ્મમાં અમિતાભની એંગ્રી યંગ મેનની છબી સ્પષ્ટપણે દેખાય છે. ફિલ્મની સ્ટોરી અને ડાઈલોગ આજે પણ લોકોના હૃદયમાં ઊંડે સુધી છવાયેલા છે.

સોર્સ : google

કભી કભી (1976): આ ફિલ્મમાં અમિતાભ અને રાખી ગુલઝારની જોડીના રોમાન્સ અને ઇમોશન્સનો સંપૂર્ણ મેળ દેખાતો હતો. આ ફિલ્મને તેમની કારકિર્દીની યાદગાર રોમેન્ટિક ફિલ્મ માનવામાં આવે છે.

સોર્સ : google

સત્તે પે સત્તા (1982): અમિતાભની ફિલ્મ "સત્તે પે સત્તા" પાવર અને ઇન્ટેન્સિટીનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે તેમાં હેમા માલિની સાથે કામ કર્યું હતું.

સોર્સ : google

અગ્નિપથ (1990): એક્શન અને ક્રાઇમથી ભરપૂર ફિલ્મ "અગ્નિપથ'' 1990માં રિલીઝ થઈ હતી. ચાહકોને આ ફિલ્મમાં અમિતાભ બચ્ચનનો અભિનય ખૂબ જ ગમ્યો હતો.

સોર્સ : google

કભી ખુશી કભી ગમ (2001): અમિતાભ બચ્ચનની બ્લોકબસ્ટર ફિલ્મ "કભી ખુશી કભી ગમ" 2001માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દર્શકોના દિલને સ્પર્શી ગઈ હતી. આજે પણ લોકો આ ફિલ્મને જોવાની મજા લે છે.

સોર્સ : google

અમિતાભ બચ્ચનની દરેક ફિલ્મમાં તેમનો અનોખો અંદાજ જોવા મળે છે.

સોર્સ : google