Birthday Special: એક સમયે કલાકારોને ચા-પાણી પીવડાવતો હતો આ એક્ટર, આજે બોલીવુડમાં છે ડંકો
બોલીવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીઆજે તેમનો 50મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.
નવાઝુદ્દીન સિદ્દીકીનો જન્મ 19 મે 1974ના રોજ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના બુઢાણા ગામમાં થયો હતો.
વર્ષ 1999માં નવાઝુદ્દીન સિદ્દીકી દિલ્હીથી મુંબઈ આવ્યા હતા. જ્યારે અભિનેતા થિયેટર ગ્રૂપમાં જોડાયા ત્યારે તે બેક સ્ટેજ પર કામ કરતા હતા.
તે સ્ટેજની સફાઈ પણ કરતા અને કલાકારો માટે ચા-પાણી લાવવાનું કામ પણ કર્યું હતું.
ઘણી મહેનત પછી તેને એક ફિલ્મ મળી જેમાં તેનો નાનકડો રોલ હતો અને તે ફિલ્મ આમિર ખાનની 'સરફરોશ' હતી.
નવાઝુદ્દીન 2003માં આવેલી ફિલ્મ મુન્નાભાઈ MBBSમાં પણ નાનકડો રોલ કર્યો હતો.
2012માં અનુરાગ કશ્યપની ફિલ્મ 'ગેંગ્સ ઓફ વાસેપુર' રીલિઝ થઈ હતી જેમાં નવાઝુદ્દીન લીડ એક્ટરમાં એક હતા.
2012માં ફિલ્મનો બીજો ભાગ આવ્યો અને નવાઝુદ્દીન સિદ્દીકી આખા ભારતમાં સ્ટાર એક્ટર બની ગયા.
આજે દરેક મોટા સ્ટાર નવાઝુદ્દીન સિદ્દીકી સાથે કામ કરવા તૈયાર છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર