ઉનાળામાં તડકામાં પાર્ક કરેલી કાર અંદર બેસવા લાયક નથી રહેતી. આ સિવાય કારના ઇન્ટીરીયર અને ઇલેક્ટ્રોનિક સમાનને પણ નુકસાન પહોંચે છે.

તેથી તમારે તમારી કારને ઠંડી રાખવા માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

કારને હંમેશા છાયામાં જ પાર્ક કરો. કારને સૂર્યપ્રકાશથી બચાવવા માટે ઝાડ કે બિલ્ડીંગના છાયામાં અથવા શેડ પાર્કિંગમાં પાર્ક કરવી જોઈએ.

કારની વિન્ડશિલ્ડ માટે સનશેડ રાખવા જોઈએ. જેથી સૂર્યપ્રકાશ સામે રક્ષણ મેળવી શકાય છે. આ ઉપરાંત વિન્ડો માટે ખાસ યુનિવર્સલ કર્ટન આવે છે, તે યુવી કિરણો સામે પ્રોટેક્શન આપે છે.

તમારી કાર પાર્ક કરતા પહેલા, બારી થોડી ખુલ્લી રાખો. જેના કારણે વાહનની અંદરની ગરમ હવા બહાર જઈ શકે અને વેન્ટિલેશન થતું રહેશે અને કાર ખૂબ જ ગરમ નહીં થાય.

જો કારમાં વિન્ડો વાઈઝર હોય, તો તે ઠંડી હવાને કારની બહાર જતા અટકાવે છે. આ તમારી કારનું તાપમાન ઓછું રાખે છે. આ સિવાય એસી પણ તેનું કામ વધુ સારી રીતે કરે છે.

હવે મોર્ડન કાર વેન્ટિલેટેડ સીટો સાથે આવે છે. તમારી કારમાં વેન્ટિલેટેડ સીટો નથી, તો કૂલિંગ કુશનનો ઉપયોગ કરી શકાય છે. જે કારને ઠંડી હવા પૂરી પાડે છે, અને તાપમાન ઓછું રાખે છે.

કારનું AC ચાલુ કરતા પહેલા થોડો સમય પંખો ચલાવવો જોઈએ. આ સમય દરમિયાન, બારીઓ થોડી ખુલ્લી રાખો જેથી ગરમ હવા બહાર નીકળી જાય.

જો શક્ય હોય તો, ઉનાળામાં વહેલી સવારે અથવા સૂર્યાસ્ત પછી ઠંડા સમયમાં કાર ચલાવો.