તિલક વર્માએ T20Iમાં બનાવ્યો રેકોર્ડ, 300 રન બનાવીને પણ ન થયો આઉટ

ટીમ ઈન્ડિયાનો યુવા બેટ્સમેન તિલક વર્મા શાનદાર ફોર્મમાં છે. તે લગભગ દરેક મેચમાં ભારતીય ટીમ માટે મેચ વિનિંગ રન બનાવી રહ્યો છે.

તિલક વર્માએ ઈંગ્લેન્ડ સામેની T20 સિરીઝની બીજી મેચમાં પણ શાનદાર ઈનિંગ રમી હતી. તેણે 55 બોલમાં અણનમ 72 રન ફટકાર્યા અને ટીમને જીતાડી હતી.

તિલક વર્માએ આ સાથે T20Iમાં એક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો છે. તે T20Iમાં બે વખત આઉટ થવાની વચ્ચે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે.

તિલક વર્મા છેલ્લી 4 T20I ઈનિંગ્સમાં આઉટ નથી થયો અને તેણે 318 રન બનાવ્યા છે.

તિલક વર્મા T20Iમાં બે વખત આઉટ થવાની વચ્ચે 300 રન બનાવનાર પ્રથમ બેટ્સમેન પણ બન્યો છે.

આ સિરીઝની શરૂઆતની મેચમાં તિલક વર્માએ પણ અણનમ 19 રન બનાવ્યા હતા. આ સિરીઝ પહેલા, તેણે સાઉથ આફ્રિકા સામે સતત બે મેચમાં સદી ફટકારી હતી અને બંને વખત અણનમ રહ્યો હતો.

તમને જણાવી દઈએ કે, તિલક વર્માએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી ફક્ત 22 T20 મેચ રમી છે. જેમાં તેણે 2 સદી અને 3 અડધી સદીની મદદથી 707 રન બનાવ્યા છે.