લોહીને સાફ રાખશે આ વસ્તુ, જાણો તેના વિશે

શરીરમાં ટોક્સિન્સ વધી જવા પર આરોગ્ય અને ત્વચા પર અસર જોવા મળે છે. લોહી ખરાબ થવાને કારણે જ શરીરમાં ઝેરી પદાર્થ વધવા લાગે છે.

પરંતુ કેટલાક ફૂડ્સ છે જે શરીરમાંથી ઝેરી પદાર્થ દૂર કરવામાં અને લોહી સાફ કરવામાં મદદ કરશે.

એન્ટી-બેક્ટેરિય અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર તુલસીનું સેવન કરવાથી લોહી સાફ થઈ શકે છે. આથી લોહી, લીવર અને કિડની ડિટોક્સ થાય છે.

હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. તેના આયુર્વેદિક ગુણ લોહી સાફ કરવામાં મદદ કરે છે. તેને ગરમ દૂધમાં નાખીને પી શકાય છે.

લીંબુમાં વિટામીન સી ભરપૂર પ્રમાણમાં હોય છે. પરંતુ લીંબુનું શરબત બ્લડને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે.

બીટ એન્ટી-ઓક્સિડેન્ટ અને નાઇટ્રેટનો સારો સ્ત્રોત છે. આ બ્લડને સાફ કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત ઓક્સિડેટિવ સ્ટ્રેસને દૂર રાખે છે.

લીમડાને નેચરલ બ્લડ પ્યૂરીફાયર કહેવામાં આવે છે. તેમાં એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. તમે તેની છાલ અથવા પાનનો ઉપયોગ કરી શકો છો.