પહેલી જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં ICC મેન્સ T20 વર્લ્ડ કપની શરૂઆત થવાની છે. આ માટે મોટાભાગના દેશોએ પોતાના 15 સભ્યોની સ્કવોડની જાહેરાત કરી છે.
હવે અમેરિકાએ પણ વર્લ્ડ કપ માટેની તેની 15 સભ્યોની ટીમની જાહેર કરી છે. આ ટીમના કેપ્ટન તરીકે ગુજરાતી ખેલાડીની પસંદગી કરવામાં આવી છે.
ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 માટે અમેરિકાની ટીમની કેપ્ટનશિપ ગુજરાતી મૂળના મોનાંક પટેલને સોંપવામાં આવી છે.
અમેરિકાની ટીમમાં 2010માં રમાયેલા અંડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો હિસ્સો રહેલા સૌરભ નેત્રાવલકરને પણ સ્થાન મળ્યું છે.
અમેરિકાની વર્લ્ડ કપની ટીમમાં ન્યૂઝીલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા ઓલરાઉન્ડર કોરી એન્ડરસનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રથમ વખત, અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝ સંયુક્ત રીતે ICCની આ મોટી ઈવેન્ટનું આયોજન કરી રહ્યા છે. જેમાં અમેરિકાની ટીમ પણ રમતી જોવા મળશે.
T20 વર્લ્ડ કપ 2024માં અમેરિકા બીજી જૂને કેનેડા સામે પ્રથમ મેચ રમશે. ત્યારબાદ 6 જૂને પાકિસ્તાન, 12 જૂને ભારત અને 14 જૂને આયર્લેન્ડ સામે ગ્રૂપ મેચ રમશે.
અમેરિકાની ટીમ: મોનાંક પટેલ (C), એરોન જોન્સ (VC), એન્ડ્રીસ ગોસ, કોરી એન્ડરસન, અલી ખાન, હરમીત સિંહ, જેસી સિંહ, મિલિંદ કુમાર, નિસર્ગ પટેલ, નીતીશ કુમાર, નોસ્તુશ કેંજીગે, સૌરભ નેત્રાવલકર, શેડલી વાન શેલ્કવીક, સ્ટીવન ટેલર, શયાન જહાંગીર.
આ ઉપરાંત ગજાનંદ સિંહ, જુઆનો ડ્રેસાડેલ, યાસિર મોહમ્મદને રિઝર્વ ખેલાડીઓ તરીકે પસંદ કરવામાં આવ્યા છે.