55 વર્ષે પણ 35 વર્ષની લાગે છે સલમાન ખાનની આ હીરોઈન, જણાવ્યું રહસ્ય

સલમાન ખાનની સાથે 'મેને પ્યાર કિયા' થી ડેબ્યૂ કરનારી ભાગ્યશ્રી 55 વર્ષની છે, તેની ફિલ્મને રિલીઝ થયે પણ લગભગ 35 વર્ષ થઈ ચૂક્યા છે પરંતુ આજે પણ ભાગ્યશ્રી જવાન અને સુંદર દેખાય છે.

ભાગ્યશ્રી પોતાના ચાહકોની સાથે પણ સ્કિનને હેલ્ધી અને જવાન રાખવાની ટિપ્સ શેર કરતી રહે છે.

તાજેતરમાં જ ભાગ્યશ્રીએ પોતાની ઈન્સ્ટાગ્રામ સીરિઝ ટ્યૂસડે ટિપ્સ વિથ બી માં એ ખૂબ હેલ્ધી ડિશ વિશે જાણકારી આપી.

તેણે પોતાના ચાહકને બીટના રાયતાના ફાયદા વિશે જણાવ્યું. એટલું જ નહીં તેણે પોતે આને બનાવીને પણ બતાવ્યું.

ભાગ્યશ્રીએ કેપ્શનમાં લખ્યું, ગુલાબી ચમક માટે એક હેલ્ધી સ્નેકનું સેવન કરો જેનો તમે દિવસમાં ગમે ત્યારે આનંદ લઈ શકો છો. આ તમારી ત્વચા માટે ખૂબ સારું છે અને પેટના આરોગ્ય માટે પણ ખૂબ સારું છે.'

બીટ તમારી સ્કિન માટે ખૂબ સારું હોય છે કેમ કે આમાં વિટામિન, ખનીજ અને એન્ટીઓક્સિડેન્ટ્સ હોય છે જે સ્કિનની ઓવરઓલ હેલ્થમાં સુધારો કરી શકે છે.

બીટમાં હાજર એન્ટીઓક્સિડેન્ટ્સ જેમ કે વિટામિન સી અને ઈ ફાઈન લાઈન્સ અને કરચલીઓને ઘટાડવામાં મદદ કરે છે જેનાથી તમારી સ્કિન વધુ જવાન દેખાય છે.