5 રૂપિયા પ્રતિ દિવસના ભાવે 365 દિવસ માટે ચાલશે આ રિચાર્જ પ્લાન

જો તમે વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટથી બચવા માંગતા હો અને એક રિચાર્જમાં એક વર્ષ સુધી ટેન્શન ફ્રી રહેવા માંગતા હો, તો Jio, Airtel, Vi અને BSNL પાસે વેલ્યુ ફોર મની પ્લાન પણ છે જે એક વર્ષ માટે ચાલે છે.

કેટલાક પ્લાન 5 રૂપિયા પ્રતિ દિવસના ભાવે 365 દિવસની વેલિડિટી આપી રહ્યા છે. યાદી જુઓ

Airtelનો 1849 રૂપિયાનો પ્રીપેડ પ્લાન, ફક્ત વોઇસ અને SMS પ્લાન છે. આમાં ડેટા ઉપલબ્ધ રહેશે નહીં. આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. આ પ્લાનની દૈનિક કિંમત 5 રૂપિયા હશે.

આ પ્લાનમાં ગ્રાહકોને અમર્યાદિત કોલિંગ સાથે કુલ 3600 SMS મળે છે. આ પ્લાનમાં સ્પામ કોલ અને SMS એલર્ટ અને મફત હેલોટ્યુન્સ જેવા ફાયદાઓ શામેલ છે.

Airtelનો 2249 રૂપિયાનો પ્રીપેડ પ્લાન પણ 365 દિવસની માન્યતા સાથે આવે છે. આ પ્લાનની દૈનિક કિંમત લગભગ 6 રૂપિયા હશે. આ પ્લાનમાં, ગ્રાહકોને કુલ 30GB ડેટા અને કુલ 3600 SMS સાથે અમર્યાદિત કોલિંગ મળે છે.

VI નો 1849 રૂપિયાનો પ્રીપેડ પ્લાન વોઇસ અને SMS ફક્ત પ્લાન છે અને તેમાં ડેટા શામેલ નથી. જેની 365 દિવસની વેલિડિટી સાથે દૈનિક કિંમત 5 રૂપિયા હશે. ગ્રાહકોને અમર્યાદિત કોલિંગ સાથે કુલ 3600 SMS મળે છે.

VI નો 1999 રૂપિયાનો પ્રીપેડ પ્લાન પણ 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. દૈનિક કિંમત લગભગ 5 રૂપિયા હશે. જેમાં 24 GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ સાથે કુલ 3600 SMS મળે છે

BSNL નો 1999 RSનો પ્રીપેડ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. જેની દૈનિક કિંમત લગભગ 5 રૂપિયા હશે. જેમાં ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ અને 100 SMS સાથે દરરોજ કુલ 600GB ડેટા મળે છે.

Jioનો 3599 રૂપિયાનો પ્રીપેડ પ્લાન 365 દિવસ માટે છે. આ પ્લાનની દૈનિક કિંમત લગભગ 9 રૂપિયા હશે. આ પ્લાનમાં, ગ્રાહકોને અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ 2.5GB ડેટા અને 100 SMS મળે છે.

આ પ્લાનમાં અનલિમિટેડ 5G ડેટા, Jio Hotstar સાથે Jio TV અને Jio AI Cloud જેવા ફાયદાઓ શામેલ છે.