રોહિત શર્મા બાદ કેપ્ટન બનવાની રેસમાં આ ખેલાડી આગળ, આ છે કારણો
ભારતીય ટીમે T20 વર્લ્ડ કપની રોમાંચક મેચમાં સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવીને ભારતીય ટીમ બીજી વખત T20 વર્લ્ડ કપ ચેમ્પિયન બની છે.
જીત બાદ કેપ્ટન રોહિત શર્માએ ઈન્ટરનેશનલ T20ને અલવિદા કહ્યું છે. ત્યારે હવે સવાલ એ છે કે, તેના બદલે T20નો કેપ્ટન કોને બનાવવામાં આવશે?
આ રેસમાં સૂર્યાકુમાર યાદવ, જસપ્રીત બુમરાહ, રિષભ પંત જેવા અનેક ખેલાડી દાવેદાર છે.
પરંતુ હાર્દિક પંડ્યાને પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે. આજે તેની પાછળનું કારણ જાણીશું.
IPLમાં હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન છે. આ પહેલા તેની કેપ્ટનસીમાં ગુજરાત ટાઈટન્સ સતત બે વખત ફાઈનલમાં પહોંચી હતી.
હાર્દિક પંડ્યા પાસે કેપ્ટનસીનો સારો અનુભવ છે. આ કારણોસર હાર્દિક પંડ્યાને કેપ્ટન માટે પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યો છે.
T20 વર્લ્ડ કપમાં હાર્દિક પંડ્યાએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 8 મેચોમાં 48ની એવરેજથી 144 રન બનાવ્યા હતા, જેમાં એક અડધી સદી પણ ફટકારી હતી.
બેટિંગ ઉપરાંત બોલિંગમાં પણ હાર્દિક પંડ્યા સુપરહિટ રહ્યો હતો. તેણે 17.36ની એવરેજથી 11 વિકેટ લીધી હતી. તેણે ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલમાં 23 રનમાં 3 વિકેટ અને ફાઈનલમાં 20 રન આપીને 3 વિકેટ ઝડપી હતી.
ટીમ ઈન્ડિયા વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ જ્યારે BCCIના સેક્રેટરી જય શાહને સંભવિત કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાના ભવિષ્ય વિશે પૂછવામાં આવ્યું હતું.
જય શાહે કહ્યું કે, હાર્દિક પંડ્યા વર્લ્ડ કપમાં શાનદાર રમ્યો હતો. કેપ્ટનસી અંગેનો નિર્ણય સિલેક્ટર્સ કરશે. હાર્દિક પંડ્યાએ પોતાની જાતને સાબિત કરી છે અને અમને તેની ક્ષમતા પર વિશ્વાસ છે.