મુંબઇના અલ્ટામાઉન્ટ રોડને ભારતની સૌથી મોંઘી ગલી કહેવામાં આવે છે.

આ જગ્યાએ એકથી એક અમીર લોકો રહે છે.આ જગ્યાને Indian Billionaires Row પણ કહેવામાં આવે છે.

આ જગ્યાએ દેશના સૌથી અમીર વ્યક્તિ અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું ઘર એન્ટીલિયા પણ છે. આ ઘરની કિંમત 15 હજાર કરોડ કરતા પણ વધારે છે.

સાઉથ મુંબઇના ઓફ પેડરના રોડ પર 'અલ્ટામાઉન્ટ રોડ' પર સ્થિત એન્ટીલિયા હાઉસ 27 માળની બિલ્ડિંગ છે જ્યાંથી દરિયો પણ દેખાય છે.

આ વિસ્તાર એટલો મોંઘો છે કે 2 Bhk ફ્લેટની કિંમત 5 કરોડ રૂપિયાથી શરૂ થાય છે. અન્ય કેટલાક 2 Bhk ફ્લેટની કિંમત 10 કરોડ રૂપિયા કરતા પણ વધારે છે.