દુનિયાનું સૌથી મોંઘું 'જીવડું', વજન માત્ર 5 ગ્રામ પરંતુ કિંમત લાખોમાં
વિશ્વભરમાં લોકો પોતાના ઘરમાં રહેલા જીવડાંને મારવા ઘણી રીત અપનાવે છે પરંતુ એક જીવડું એવું પણ છે જેને લોકો પોતાના ઘરમાં રાખવા માટે લાખો રૂપિયામાં ખરીદે છે.
આ જીવડુંનું નામ સ્ટેગ બીટલ છે અને તે વિશ્વના સૌથી મોંઘા જીવડાંમાંથી એક છે. સ્ટેગ બીટલની કિંમત 75 લાખ રૂપિયા સુધીની છે.
સ્ટેગ બીટલની વિશેષતા તેને આટલું મોંઘું બનાવે છે. તે ખૂબ જ દુર્લભ છે અને તેનો ઉપયોગ દવાઓમાં પણ કરવામાં આવે છે.
લોકો તેને 'ગૂડ લક' માને છે. એવું માનવામાં આવે છે કે, આ જીવડાંને ઘરમાં રાખવાથી રાતોરાત અમીર બની શકાય છે. તેથી લોકો તેને કોઈપણ કિંમતે ખરીદવા તૈયાર છે.
લંડનના નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ પ્રમાણે સ્ટેગ બીટલનું વજન 2થી 6 ગ્રામ વચ્ચે હોય છે અને તેમનું સરેરાશ આયુષ્ય 3થી 7 વર્ષનું હોય છે.
નર સ્ટેગ બીટલ 35-75 મિમી લાંબું હોય છે અને માદા 30-50 મિમી લાંબું હોય છે. તે તેના વિસ્તૃત જડબા માટે જાણીતું છે.
સ્ટેગ બીટલ ગરમ, ઉષ્ણકટિબંધીય વાતાવરણમાં જન્મે છે અને ઠંડા તાપમાન પ્રત્યે સંવેદનશીલ હોય છે. તે સ્વાભાવિક રીતે વૂડલેન્ડ્સમાં રહે છે, પરંતુ તે એવા બગીચાઓ અને શહેરી વિસ્તારોમાં પણ મળી આવે છે, જ્યાં સુકા લાકડાં પુષ્કળ પ્રમાણમાં હોય છે.
સ્ટેગ બીટલ સૂકા લાકડા પર ભોજન કરે છે, પોતાના તીક્ષ્ણ જડબાનો ઉપયોગ કરીને તંતુમય સપાટીમાંથી સ્પ્લિન્ટર્સ બહાર કાઢે છે.
આ જીવડું માત્ર મૃત લાકડું ખાય છે તે જીવંત વૃક્ષો અથવા ઝાડીઓ માટે કોઈ ખતરો ઉભો નથી કરતું. તેથી તે હરિયાળી વનસ્પતિ માટે સારું હોય છે.
સ્ટેગ બીટલનું નામ નર બીટલ પર મળી આવતા વિશેષ જડબા પરથી લેવામાં આવ્યું છે, જે હરણના શિંગડા જેવું દેખાય છે.
નર સ્ટેગ બીટલ પ્રજનનની ઋતુમાં માદા સાથે સંભોગ કરવાની તક માટે એકબીજા સાથે લડવા માટે પોતાના વિશેષ શિંગડા જેવા જડબાનો ઉપયોગ કરે છે.
સ્ટેગ બીટલની દુર્લભતા, પારિસ્થિતિક મહત્ત્વ અને સાંસ્કૃતિક માન્યતાઓનું સંયોજન તેને અત્યંત મૂલ્યવાન બનાવે છે, તેથી બજારમાં તેની કિંમત લાખોમાં પહોંચે છે.