સ્પિનર ​​બોલર રવિચંદ્રન અશ્વિન SSN કોલેજ ઓફ એન્જિનિયરિંગમાંથી ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં બીટેક કર્યું છે. તે એન્જિનિયર બન્યો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદે 10 કરોડ રૂપિયામાં મોહમ્મદ શમીને ખરીદ્યો છે. મોહમ્મદ શમી 10 ધોરણ સુધી જ ભણ્યો છે.

અત્યંત ગરીબ પરિવારમાંથી આવતા મોહમ્મદ સિરાજે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તેના પિતા ઓટો રિક્ષા ચલાવતા હતા.

કેએલ રાહુલે એનઆઈટીકેમાં હાઈસ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ક્રિકેટ માટે બેંગલુરુ શિફ્ટ થયો હતો, જ્યાંથી તેણે બેચલર્સ ઑફ કોમર્સ કર્યું.

યુજવેન્દ્ર ચહલે ડીએવી પબ્લિક સ્કૂલમાંથી શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો હતો. મહાત્મા ગાંધી કોલેજ ઓફ હેલ્થ સાયન્સમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું.

અર્શદીપ સિંહે ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. અર્શદીપ સિંહે SD કોલેજ-32, ચંદીગઢમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

વેંકટેશ ઐયરે બીકોમ કર્યા બાદ DAVVમાંથી ફાઈનાન્સમાં એમબીએ પણ કર્યું હતું. વર્ષ 2016માં સીએ ઇન્ટરમીડિયેટની પરીક્ષા પણ પાસ કરી.

શ્રેયસ અય્યરે તેનું સ્કૂલિંગ મુંબઈની ડોન બોસ્કો હાઈસ્કૂલમાંથી કર્યું હતું, મુંબઈની આર. એ. પોદ્દાર કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઈકોનોમિક્સમાંથી સ્નાતક થયો હતો.

રિષભ પંત IPLના ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી રહ્યો છે. દિલ્હી યુનિવર્સિટીની વેંકટેશ્વર કોલેજમાંથી બીકોમ ડિગ્રી મેળવી છે.