ક્રિકેટની દુનિયામાં સૌથી મોટી લોકપ્રિય લીગ આઈપીએલ 2026ની શરૂઆત 28 માર્ચથી થવાની છે. આઈપીએલ ઈતિહાસના સૌથી ખતરનાક 5 બોલરો વિશે જાણીશું.
સોર્સ : GOOGLE
યુઝવેન્દ્ર ચહલે 2013થી 2025 વચ્ચે રમાયેલી મેચોમાં કુલ 221 વિકેટ લીધી છે. તેણે 174 મેચોમાં બોલિંગ કરતી વખતે આ સિદ્ધિ મેળવી હતી. તેની બોલિંગ સરેરાશ 22.76 અને ઇકોનોમી રેટ આશરે 7.96 છે.
સોર્સ : GOOGLE
આ લિસ્ટમાં ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર બીજા સ્થાને છે. 2011 થી 2025 દરમિયાન ભુવનેશ્વર કુમારે 190 મેચ રમતા કુલ 198 વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વરનું શ્રેષ્ઠ પ્રદર્શન 19 રન આપીને 5 વિકેટનું છે.
સોર્સ : GOOGLE
ત્રીજા સ્થાને વેસ્ટ ઇન્ડીઝના સ્પિનર સુનીલ નારાયણ છે. કોલકાતા નાઈટ રાઈડર્સ માટેના આ સ્ટાર બોલરે IPLમાં 192 વિકેટ લીધી છે. નારાયણનો ઇકોનોમી રેટ આશરે 6.79 છે.
સોર્સ : GOOGLE
ભારતીય લેગ-સ્પિનર પીયુષ ચાવલા આ લિસ્ટામાં ચોથા સ્થાને છે. પીયુષે IPLમાં 192 વિકેટ લીધી છે.
સોર્સ : GOOGLE
ભારતના દિગ્ગજ ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને 221 મેચમાં 187 વિકેટ લીધી છે. અશ્વિન પરફેક્ટ લાઈન-લેન્થ અને વિવિધતા માટે ઓળખાય છે. ]IPLમાં સૌથી અનુભવી બોલર માનવામાં આવે છે.