આ ભારતીય ખેલાડીએ અચાનક કરી લીધા લગ્ન, સોશિયલ મીડિયા પર શેર કર્યા ફોટો
એક ભારતીય ક્રિકેટરે અચાનક લગ્ન કરી લીધા છે. જોકે, આ ખેલાડીએ ગયા વર્ષે તેની ગર્લફ્રેન્ડને ફિલ્મી સ્ટાઇલમાં પ્રપોઝ કર્યું હતું અને પછી સગાઈ કરી લીધી હતી.
ભારતીય ક્રિકેટર લલિત યાદવે લગ્ન કરી લીધા છે. તેણે સોશિયલ મીડિયા પર કેટલાક ફોટા શેર કરીને ફેન્સને આ ખુશખબર આપી છે.
લલિત યાદવના લગ્ન 9 ફેબ્રુઆરીએ થયા હતા, પરંતુ તેણે હવે તેના ફોટો શેર કર્યા છે.
લલિત યાદવની પત્નીનું નામ મુસ્કાન યાદવ છે, તે સાયન્સ ટીચર છે. બંનેએ ગયા વર્ષે 14 જુલાઈના રોજ સગાઈ કરી હતી.
આ પહેલા લલિત યાદવે ફિલ્મી સ્ટાઇલમાં મુસ્કાન યાદવને ઘૂંટણિયે પડીને પ્રપોઝ કર્યું હતું. ત્યારે પણ, તેના ફોટા ખૂબ વાયરલ થયા હતા.
લલિત યાદવ ઘરેલુ ક્રિકેટમાં દિલ્હી તરફથી રમે છે. અત્યાર સુધીમાં તેણે 19 ફર્સ્ટ ક્લાસ અને 41 લિસ્ટ વન મેચ રમી છે.
લલિત યાદવ IPLનો પણ ભાગ રહી ચૂક્યો છે. તેની IPL કારકિર્દી 2021માં શરૂ થઈ હતી. તે સતત 4 સિઝનથી દિલ્હી ટીમનો ભાગ રહ્યો છે.