7મા ધોરણમાં જ પ્રેમમાં પડી ગયો હતો આ ભારતીય ક્રિકેટર, જાણો તેની ફિલ્મી લવ સ્ટોરી

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કાનપુર ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની બેટિંગ અને બોલિંગ બંને શાનદાર જોવા મળી હતી.

ભારતે બાંગ્લાદેશને 7 વિકેટે હરાવીને સિરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી હતી. ભારતે 2 મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ 280 રને જીતી લીધી હતી.

પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે પહેલી ઈનિંગમાં સદી ફટકારી હતી.

જ્યારે બીજી ઈનિંગમાં 6 વિકેટ ઝડપી હતી. પહેલી મેચ જીત્યા પછી અશ્વિનની પત્ની પ્રીતિ નારાયણે તેનો ઇન્ટરવ્યુ લીધો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

અશ્વિનની પત્ની પ્રીતિ નારાયણે IPL 2023 દરમિયાન એક શોમાં પોતાની લવ સ્ટોરીનો ખુલાસો કર્યો હતો.

પ્રીતિએ કહ્યું હતું કે, 'હું અને અશ્વિન એક જ શાળામાં ભણતા હતા. અશ્વિન 7મા ધોરણથી જ મારા પ્રેમમાં પાગલ હતો. આખી સ્કૂલને ખબર પડી ગઈ હતી કે અશ્વિન મને પ્રેમ કરતો હતો.'

પ્રીતિએ આગળ જણાવ્યું હતું કે, 'ત્યારબાદ અશ્વિને કિકેટમાં પોતાની કારકિર્દી આગળ વધારવા માટે શાળા છોડી દીધી હતી, પરંતુ અમે એકબીજા સાથે સંપર્કમાં હતા અને એકબીજા સાથે વાતચીત કરતા હતા.'

પ્રીતિએ કહ્યું, '10 વર્ષની ઓળખાણ બાદ અશ્વિનને મને ડેટ માટે પૂછ્યું હતું. અને ત્યાંથી અમારા સંબંધો આગળ વધતા રહ્યા હતા.'

લાંબા સમય સુધી ડેટિંગ કર્યા બાદ અશ્વિન અને પ્રીતિએ વર્ષ 2011માં લગ્ન કર્યા હતા. બંને બે પુત્રીના માતા-પિતા છે.