હવામાં બનેલું આ ઘર એન્ટિલિયાથી ઓછું નથી, જાણો કોણ છે માલિક?
વિજય માલ્યાની ગણતરી એક સમયે ભારતના સૌથી ધનિક બિઝનેસમેનમાં થતી હતી. વિજય માલ્યા પાસે પૈસાની કોઈ કમી નથી, જેના કારણે તે દુનિયાની સૌથી લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવે છે.
વિજય માલ્યાનું નામ ફરી ચર્ચામાં છે. સેબીએ ભાગેડુ વિજય માલ્યાને કોઈપણ લિસ્ટેડ ફર્મ સાથે સાંકળવા અને ભારતીય શેરબજારમાં ત્રણ વર્ષ સુધી વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે.
વિજય માલ્યાએ બેંગલુરુમાં કિંગફિશર ટાવર્સ બનાવ્યુ હતું. જેની ટોચ પર બનેલું પેન્ટહાઉસ ખૂબ જ લક્ઝુરિયસ છે. ચાલો જાણીએ વિજય માલ્યાના ઘરમાં શું ખાસ છે જે તેને અલગ બનાવે છે.
આ મિલકત તેની વિશિષ્ટતા માટે પ્રખ્યાત છે કારણ કે તે 34 માળની ઇમારતની ટોચ પર બનેલી એકમાત્ર હવેલી છે.
વિજય માલ્યા બેંગલુરુમાં ગગનચુંબી ઈમારતની ટોચ પર બનેલ 40,000 ચોરસ ફૂટના વિશાળ પેન્ટહાઉસના માલિક છે.
બેંગલુરુમાં વિજય માલ્યાનું ઘર પ્રખ્યાત વ્હાઇટ હાઉસ જેવું લાગે છે અને તેને અત્યંત વૈભવી અને ભવ્ય છે. તેમાં પૂલ અને હેલિપેડ છે. તે ઘરમાંથી શહેરનો 360-ડિગ્રી વ્યૂ બતાવે છે.
પેન્ટહાઉસમાં રોકાણ કરાયેલી અંદાજિત રકમ રૂ. 66 કરોડથી વધુ છે. લક્ઝરીનું પ્રતિક હોવા છતાં, સ્કાયહાઉસ હજી પૂર્ણ થયું નથી, અને વિજય માલ્યાની ત્યાં રહેવાની શક્યતા ઓછી છે.