અક્ષય કુમાર અને તેની પર્સનલ જીંદગી વિવાદોનો હિસ્સો રહી ચૂકી છે. અક્ષયનું નામ ઘણી હિરોઈનો સાથે જોડાઈ ચૂક્યું છે.

શિલ્પા શેટ્ટી અને રવિના ટંડન જ નહીં પરંતુ અક્ષયનું નામ વધુ એક એક્ટ્રેસ સાથે જોડાયેલું હતું.

આ એક્ટ્રેસ બીજી કોઈ નહીં પરંતુ પ્રિયંકા ચોપરા હતી. પ્રિયંકા અને અક્ષયનું અફેર એક સમયે ખૂબ જ ચર્ચામાં રહેતું હતું.

અક્ષય અને પ્રિયંકાએ એક પછી એક એમ 4 હિટ ફિલ્મો આપી હતી. આ ફિલ્મોમાં કામ કરવા દરમિયાન બંને વચ્ચે આકર્ષણ થયું હતું. અને એકબીજાની નજીક આવ્યા હતા.

જ્યારે ટ્વિન્કલ ખન્નાને આ અફવાઓની ખબર પડી તો તે ખૂબ જ ગુસ્સે ભરાઈ ગઈ હતી.

એવું કહેવાય છે કે ટ્વિન્કલ ખન્નાએ ત્યારે જ પ્રિયંકાને ફોન કરીને ખૂબજ સંભળાવ્યું હતું. એક રિપોર્ટ મુજબ તો અક્ષય પ્રિયંકાની ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું તે સેટ ઉપર મારવા પહોંચી ગઈ હતી.

જો કે પ્રિયંકા ત્યાં હાજર નહોતી. અક્ષય કુમારે પોતાનું ઘર બચાવવા બધાની સામે જાહેરાત કરી કે તે ક્યારેય પ્રિયંકા સાથે કામ નહીં કરે.