IPLના 18 વર્ષના ઈતિહાસમાં પંજાબ કિંગ્સ સાથે પહેલીવાર બન્યું આવું
IPL 2025 ની 44મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સની ટીમો વચ્ચે રમાઈ હતી. પરંતુ આ મેચ વરસાદના કારણે ધોવાઈ ગઈ હતી.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 201 રન બનાવ્યા હતા. પણ ફક્ત KKRની ટીમ ફક્ત 1 ઓવર સુધી બેટિંગ કરી શકી અને પછી વરસાદને કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી.
પંજાબની ટીમ 18 વર્ષથી IPLનો ભાગ છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે તેની કોઈપણ મેચનું પરિણામ ન આવ્યું હોય. આ પહેલા પંજાબની કોઈ મેચ રદ્દ નથી થઈ.
પંજાબ કિંગ્સે અત્યાર સુધીમાં IPLમાં 255 મેચ રમી છે. આ પહેલા, તમામ 254 મેચોના પરિણામો આવ્યા હતા.
મેચ રદ્દ થયા પછી, બંને ટીમો વચ્ચે 1-1 પોઈન્ટ વહેંચવામાં આવ્યા હતા. જેના કારણે પંજાબ કિંગ્સની ટીમ હવે 9 મેચ બાદ 11 પોઈન્ટ છે અને તે પોઈન્ટ્સ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી છે.
બીજી તરફ, IPLના ઈતિહાસમાં કોલકાતા નાઈટ રાઈડર્સની આ બીજી મેચ છે જે અનિર્ણિત રહી છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં વરસાદને કારણે પહેલીવાર કોઈ મેચ રદ્દ કરવામાં આવી છે.
આ મેચ પછી કોલકાતા નાઈટ રાઈડર્સ પોઈન્ટ્સ ટેબલમાં 7મા સ્થાને જ છે. 9 મેચ બાદ તેના 7 પોઈન્ટ છે.