ટીવીની કોમોલિકા તરીકે ફેમસ ઉર્વશી ધોળકિયા પણ વધતી ઉંમર સાથે સાઇડલાઇન થઈ ગઈ છે. અભિનેત્રી પાસે પણ આ સમયે કોઈ મોટો પ્રોજેક્ટ નથી.
'મધુબાલા' જેવા શોમાં કામ કર્યા બાદ દ્રષ્ટિ ધામીએ દર્શકોમાં એક અલગ ઓળખ બનાવી પરંતુ હાલમાં તેની પાસે પણ કોઈ કામ નથી. દ્રષ્ટિ ધામી ટૂંક સમયમાં માતા બનવા જઈ રહી છે.
દિવ્યાંકા ત્રિપાઠી ટીવી ઈન્ડસ્ટ્રીની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી રહી છે. ઘણા સુપરહિટ શોમાં કામ કર્યું છે. પરંતુ વધતી ઉંમર સાથે એવું લાગે છે કે તેને પણ કામ મળતું બંધ થઈ ગયું છે.
એક સમયે ટીવી ઈન્ડસ્ટ્રીના દરેક નિર્માતા રશ્મિ દેસાઈ સાથે કામ કરવા તૈયાર હતા. 'બિગ બોસ 13'ની સફળતા બાદ એવું લાગતું હતું કે રશ્મિ દેસાઈને ઘણાં પ્રોજેક્ટ મળશે પણ એવું ના થયું.
રૂબીના દિલેકને માતા બન્યા બાદ કોઈ મોટા શોની ઓફર કરવામાં આવી નથી. રૂબીનાની ઉંમર પણ વધી રહી છે અને તે હજુ પણ કામની શોધમાં ભટકી રહી છે.
40 વર્ષની આમના શરીફને તેની વધતી ઉંમર સાથે નિર્માતાઓ તરફથી લીડ રોલની ઓફર મળી રહી નથી. આમના પણ કામ શોધી રહી છે.
સાક્ષી તંવરે 'કહાની ઘર ઘર કી' સહિત ઘણા પ્રખ્યાત ટીવી શોમાં કામ કર્યું છે. 51 વર્ષની ઉંમરે સાક્ષી પાસે અત્યારે બહુ કામ નથી. આજે પણ તે કામની શોધમાં છે.
'બેહદ' ફેમ અભિનેત્રી જેનિફર વિંગેટ પણ આજે કામની શોધમાં છે. હાલમાં જેનિફર પાસે પણ કોઈ મોટો પ્રોજેક્ટ નથી અને ચાહકો તેને કોઈ મોટી સિરિયલમાં જોવા માટે ઉત્સુક છે.
દીપિકા કક્કર 38 વર્ષની થઈ ગઈ છે. દીપિકા પણ માતા બની ત્યારથી કામ શોધી રહી છે. જો કે ઘણી વખત લોકોએ તેને તેના વધેલા વજન માટે ટ્રોલ કરી છે.