ડાયાબિટીસના દર્દીઓ માટે આ ચાર લોટની વાનગી ખુબ સારી
રાગી ફાઈબરથી ભરપુર અનાજ છે. આ લોટની રોટલી ખાવાથી બ્લડ સુગર વધતું નથી અને કંટ્રોલમાં રેહે છે. રાગીની રોટલી ખાવાથી પેટ લાંબો સમય સુધી ભરેલું રહે છે તેનાથી વજન પણ કંટ્રોલમાં રહે છે.
રાજગરાનો ઉપયોગ મોટાભાગે ફરાળમાં થતો હોય છે. રિસર્ચ અનુસાર તેમાં પણ એન્ટી ડાયાબિટીસ અને એન્ટી ઓક્સિડન્ટ ગુણ હોય છે. રાજગરાના લોટની રોટલી ખાવાથી પણ બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે.
જુવારના લોટની રોટલી પણ ડાયાબિટીસના દર્દી માટે ખુબ જ ફાયદાકારક છે. જુવારના લોટમાં પણ ફાઈબર ભરપુર પ્રમાણમાં હોય છે અને તે મેટાબોલિઝમ બુસ્ટ કરે છે. આ લોટની રોટલી ખાવાથી ઘણી બીમારીઓ સામે રક્ષણ થાય છે.
તેમાં ભરપુર માત્રામાં ફાઈબર હોય છે જે બ્લડ સુગરને ઝડપથી અવશોષિત કરવામાં મદદ કરે છે. ચણાનો લોટની રોટલી ખાવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે અને કોલેસ્ટ્રોલ પણ ઘટે છે.