ઓસ્કાર 2025માં આ ફિલ્મે જીત્યા સૌથી વધુ એવોર્ડ

વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત ફિલ્મ એવોર્ડ, ઓસ્કારના વિજેતાની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે અમેરિકન ફિલ્મ 'અનોરા' એ સૌથી વધુ એવોર્ડ જીત્યા છે.

એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સ 23 કેટેગરીમાં એવોર્ડ આપે છે, જેમાં 'અનોરા' એ સૌથી વધુ 5 એવોર્ડ જીત્યા છે.

પહેલી કેટેગરી બેસ્ટ એક્ટ્રેસ ઈન લીડ રોલ છે. આ કેટગરીમાં, એક્ટ્રેસ મિકાએલા મેડિસને ફિલ્મ 'અનોરા' માટે ઓસ્કાર જીત્યો છે.

બેસ્ટ ડાયરેક્ટરનો એવોર્ડ પણ 'અનોરા' ને જાય છે. સિયાન બેકરે આ એવોર્ડ જીત્યો છે.

'અનોરા' ફિલ્મે 97મા એકેડેમી એવોર્ડ્સમાં બેસ્ટ ફિલ્મનો એવોર્ડ પણ જીત્યો છે. 'કોનક્લેવ' અને 'ધ બ્રુટાલિસ્ટ' ને પાછળ છોડીને, આ ફિલ્મે એવોર્ડ જીત્યો છે.

'અનોરા' ફિલ્મે બેસ્ટ સ્ક્રિનપ્લેનો એવોર્ડ પણ જીત્યો છે. આ સાથે, બેસ્ટ એડીટીંગનો એવોર્ડ પણ આ ફિલ્મને મળ્યો છે.

બીજા ક્રમે સૌથી વધુ એવોર્ડ જીતનારી ફિલ્મ 'ધ બ્રુટાલિસ્ટ' છે, જેણે ત્રણ એવોર્ડ જીત્યા છે.

'ધ બ્રુટાલિસ્ટ' એ બેસ્ટ સિનેમેટોગ્રાફી, બેસ્ટ ઓરિજીનલ સ્કોર અને બેસ્ટ એક્ટર ઈન લીડ રોલ (એડ્રિયન બ્રોડી) કેટેગરીમાં એવોર્ડ જીત્યા છે.