ફિલ્મનો શોખ ધરાવનારાઓ માટે સપ્ટેમ્બર મહિનો ખાસ બનવાનો છે. આ મહિને ફિલ્મી પરદા પર રિલીઝ થવા માટે તૈયાર છે જેમાં કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી'થી લઇને જૂનિયર NTRની 'દેવરા' સામેલ છે.

થલાપતિ વિજયની ફિલ્મ ગ્રેટ ઓફ ઓલ ટાઇમ (GOAT) 5 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્માં પ્રશાંત મોહન, મીનાક્ષી ચૌધરી અને પ્રભુ દેવા પણ જોવા મળશે.

કંગના રનૌતની ફિલ્મ 'ઇમરજન્સી' 6 સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં કંગના દેશના પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.

જૂનિયર NTRની 'દેવરા' પાર્ટ-1 પણ આ મહિને થિયેટરમાં રિલીઝ થશે. જૂનિયર NTRની ફિલ્મ અવેટેડ ફિલ્મ 27 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

સિદ્ધાંત ચતુર્વેદી સ્ટારર યુધ્રા 20 સપ્ટેમ્બરે થિયેટરમાં રિલીઝ થશે. આ ફિલ્મમાં માલવિકા મોહન લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય રાઘવ જુયાલ, રામ કપૂર જેવા સ્ટાર્સ પણ ફિલ્મનો ભાગ છે.

કરીના કપૂર ખાનની ફિલ્મ 'ધ બકિંઘમ મર્ડર્સ' એક મિસ્ટ્રી થ્રિલર ફિલ્મ છે જે 13 સપ્ટેમ્બરે રિલીઝ થશે.