બોલિવૂડના આ જાણીતા દિગ્દર્શક છે અપરિણીત મુસ્લિમ માતાનું અનૌરસ સંતાન, પોતાની જ જિંદગી પર બનાવી છે બે ફિલ્મો

20 સપ્ટેમ્બર 1948ના રોજ મુંબઈમાં જન્મેલા મહેશ ભટ્ટ 76 વર્ષના થઈ ગયા છે. તેઓ બોલિવૂડના દિગ્ગજ નિર્દેશક અને નિર્માતા છે. પરંતુ તેમનું જીવન હંમેશા વિવાદોમાં રહ્યું છે.

મહેશ ભટ્ટ એક અપરિણીત મુસ્લિમ માતાનું અનૌરસ સંતાન છે. 2018માં ભટ્ટે કહ્યું હતું કે તેઓ તેમના પિતાને ઓળખતા નથી. તે સિંગલ મુસ્લિમ માતા શિરીન મોહમ્મદ અલીનું અનૌરસ સંતાન છે.

મહેશ ભટ્ટના જણાવ્યા મુજબ, એકવાર તેમણે માતાને પોતાના નામનો અર્થ પૂછ્યો, ત્યારે માતાએ કહ્યું કે તે તેના પિતાને પૂછી જણાવશે,

મહેશ ભટ્ટે કહ્યું હતું કે, "મેં રાહ જોઈ. નેક્સ્ટ ટાઈમ જ્યારે પિતા આવ્યા ત્યારે તેમણે માતાને કહ્યું કે મહેશ એટલે મહા ઈશ એટલે કે ભગવાનના પણ ભગવાન એટલે કે ભગવાન શિવ."

ભટ્ટે એક વાતચીતમાં એમ પણ કહ્યું કે બાળપણમાં તેમને આ ક્રોધિત ભગવાન શિવ પસંદ નહોતા જેણે પોતાના જ પુત્રનું ગળું કાપી નાખ્યું. તેને બદલે ગણેશ નામ પસંદ કર્યું.

ફિલ્મોમાં આવીને મહેશ ભટ્ટે પોતાના જીવનને સિલ્વર સ્ક્રીન પર બતાવવાનો પ્રયાસ કર્યો. તેમના જીવન પર આધારિત ફિલ્મોમાં અજય દેવગન સ્ટારર 'ઝખ્મ', ઈમરાન હાશ્મી સ્ટારર 'હમારી અધુરી કહાની'નો સમાવેશ થાય છે.

મહેશ ભટ્ટની માતા શિરીન મોહમ્મદ અલી લોકપ્રિય અભિનેત્રી હતી અને તેમણે ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમના પિતા પંડિત નાનાભાઈ ભટ્ટ દિગ્દર્શક-નિર્માતા હતા. બંને પ્રેમમાં પડ્યા, પરંતુ તેમના લગ્ન થઈ શક્યા નહીં.

કહેવાય છે કે સામાજિક દબાણને કારણે નાનાભાઈ ભટ્ટે શિરીન સાથે લગ્ન કર્યા ન હતા. તેમને 6 બાળકો શીલા ભટ્ટ, પૂર્ણિમા ભસીન, કુમકુમ સાયગલ, મહેશ ભટ્ટ, હીના સૂરી અને મુકેશ ભટ્ટ હતા.

તેઓ બાળપણમાં ભગવાન ગણેશની જેમ ઓશીકામાં માથું છુપાવીને સૂતા હતા. ભગવાન ગણેશની જેમ, તેઓ પણ તેમના પિતા વિશે જાણતા ન હતા, જે તેમના માટે હાજર ન હતા.