એક દિવસમાં 800 પુશ-અપ્સ કરે છે આ ક્રિકેટર

ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચમાં પાકિસ્તાન સામે ન્યુઝીલેન્ડે 320 રન બનાવ્યા હતા, જેમાં ગ્લેન ફિલિપ્સે પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

ગ્લેન ફિલિપ્સે આ મેચમાં 156.41ની સ્ટ્રાઈક રેટથી 39 બોલમાં 61 રન બનાવ્યા, જેમાં 3 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે.

ગ્લેન ફિલિપ્સની ગણતરી સૌથી ફિટ ક્રિકેટરોમાં થાય છે. જેના માટે તે જીમમાં સખત મહેનત કરે છે.

હવે ન્યુઝીલેન્ડના ભૂતપૂર્વ ક્રિકેટર સિમોન ડૌલ ગ્લેન ફિલિપ્સ વિશે એક મોટો ખુલાસો કર્યો છે.

સિમોન ડૌલે જણાવ્યું કે ગ્લેન ફિલિપ્સ એક દિવસમાં 800 પુશ અપ્સ કરે છે. ફિલિપ્સ ઘણીવાર સોશિયલ મીડિયા પર વર્કઆઉટ વીડિયો પણ શેર કરે છે.

ગ્લેન ફિલિપ્સની ફિટનેસનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેના પાસે સિક્સ પેક એબ્સ પણ છે.

ગ્લેન ફિલિપ્સ એક શાનદાર ફિલ્ડર પણ છે. તેણે ઘણી વાર પોતાના અદ્ભુત કેચથી બધાનું ધ્યાન ખેંચ્યું છે.

ગ્લેન ફિલિપ્સ એક ઓલરાઉન્ડર છે જે ન્યુઝીલેન્ડ ટીમ માટે ત્રણેય ફોર્મેટ રમે છે.