‘ખતરો કે ખિલાડી 14’ માં આ કંટેસ્ટન્ટ લેશે ભાગ, રોહિત શેટ્ટીના શોના સ્પર્ધકોના નામ આવ્યા સામે

લોકપ્રિય ટીવી અભિનેત્રી અને બિગ બોસ 17 ફેમ અંકિતા લોખંડેનું નામ 'ખતરો કે ખિલાડી 14' માટે સામે આવ્યું છે.

બિગ બોસ ફેમ નીલ ભટ્ટ પણ 'ખતરોં કે ખિલાડી' બનતા જોવા મળી શકે છે. જો કે, હજુ સુધી કંઈપણ પુષ્ટિ નથી.

'ઝલક દિખલા જા 11'ના ફાઇનલિસ્ટ શોએબ ઇબ્રાહિમ વિશે ખતરોમાં આવવાની ચર્ચાઓ ચાલી રહી છે.

આ યાદીમાં 'બિગ બોસ OTT 2' રનર અપ અભિષેક મલ્હાનનું નામ પણ સામેલ છે.

બિગ બોસ ફેમ અભિનેત્રી મન્નારા ચોપરાને પણ રોહિત શેટ્ટીના શોની ઓફર કરવામાં આવી છે.

બિગ બોસ ફેમ ખાનઝાદી ઉર્ફે ફિરોઝા ખાનને પણ ખતરોં કે ખિલાડી 14 ઓફર કરવામાં આવી છે.

રિપોર્ટ અનુસાર રોહિત શેટ્ટીના શો માટે ટીવી એક્ટ્રેસ હેલી શાહનો પણ સંપર્ક કરવામાં આવી છે.

બિગ બોસ 16 ફેમ નિમૃત કૌર અહલુવાલિયાનું નામ પણ KKK 14 માટે સામે આવ્યું છે. મેકર્સ હજુ આ બધાની સંમતિની રાહ જોઈ રહ્યા છે.