6 લાખની કિંમતની આ સસ્તી SUVનું ધડાધડ થઇ રહ્યું છે વેચાણ
સ્પોર્ટ યુટિલિટી વ્હીકલ (SUVs) એ ભારતીય બજારમાં એન્ટ્રી લેવલની હેચબેક કારને લગભગ હાંસિયામાં ધકેલી દીધી છે. ખાસ કરીને કોમ્પેક્ટ અને માઈક્રો એસયુવી સેગમેન્ટ સૌથી વધુ લોકપ્રિય બની રહ્યું છે.
ગયા માર્ચનો કાર વેચાણ અહેવાલ પણ આ જ સૂચવે છે, ટોચની 10 યાદીમાં લગભગ અડધાથી વધુ SUV કાર છે. તે જ સમયે, 6 લાખ રૂપિયાની સસ્તી એસયુવીએ બજારમાં આકર્ષણ જમાવ્યું છે
તેના સ્પોર્ટી લુક, ઓછી કિંમત અને સારી માઈલેજને કારણે લોકોએ આ SUVને મોટાપાયે ખરીદી છે. તો ચાલો માર્ચ મહિનામાં દેશની સૌથી વધુ વેચાતી ટોપ 5 કાર પર એક નજર કરીએ-
કિંમતઃ 5.99 લાખ
મારુતિ સ્વિફ્ટ દેશમાં 5મી સૌથી વધુ વેચાતી કાર બની ગઈ છે. ગયા માર્ચમાં કુલ 15,728 યુનિટ વેચાયા હતા. જે ગયા વર્ષના માર્ચ મહિનામાં વેચાયેલા 17,559 યુનિટ્સ કરતા 10% ઓછું છે.
કિંમત: 6.57 લાખ
મારુતિ ડિઝાયર ચોથા સ્થાને છે. માર્ચમાં કુલ 15,894 યુનિટ્સનું વેચાણ થયું છે, જે ગયા વર્ષના માર્ચ મહિનામાં 13,394 યુનિટની સરખામણીએ 19 ટકા વધુ છે.
કિંમત: 5.54 લાખ
મારુતિની ટોલ બ્વોય WagonR ત્રીજી સૌથી વધુ વેચાતી કાર રહી છે. માર્ચ મહિનામાં કુલ 16,368 યુનિટ્સનું વેચાણ થયું છે, જે ગયા વર્ષના માર્ચ મહિનામાં 17,305 યુનિટ કરતાં 5% ઓછું છે.
કિંમત: 13.14 લાખ
હ્યુન્ડાઈ ક્રેટા બીજી સૌથી વધુ વેચાતી કાર રહી છે. હ્યુન્ડાઈએ માર્ચ-24માં આ SUVના કુલ 16,458 યુનિટ્સનું વેચાણ કર્યું છે, જે ગયા વર્ષના માર્ચ મહિનામાં 14,026 યુનિટ કરતાં 17% વધુ છે.
કિંમત: 6.00 લાખ
ટાટાની સૌથી સસ્તી SUV પંચ બેસ્ટ સેલિંગ કાર બની ગઈ છે. માર્ચ મહિનામાં કુલ 17,547 યુનિટ્સનું વેચાણ થયું હતું, જે ગયા વર્ષે માર્ચમાં વેચાયેલા 10,894 યુનિટ કરતાં 61% વધુ છે.