આ કારમાં મળે છે 6 એરબેગ્સ, કિંમત પણ 10 લાખથી ઓછી

ભારતીય બજાર વિશ્વનું ત્રીજું સૌથી મોટું કાર બજાર છે. આ માર્કેટમાં ગ્રાહકો હવે સલામતી તરફ ધ્યાન આપી રહ્યા છે અને સલામત હોય તેવી કાર શોધી રહ્યા છે. એરબેગ એ કોઈપણ કારમાં ઉપલબ્ધ સૌથી મૂળભૂત સુરક્ષા સુવિધા છે.

મારુતિ સુઝુકી સ્વિફ્ટ: મારુતિ દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલી સુઝુકી સ્વિફ્ટની ચોથી પેઢીની કારની કિંમત 6.5 લાખ રૂપિયા છે અને આ કારમાં પણ તમને 6 એરબેગ્સ મળે છે.

હ્યુન્ડાઈ ગ્રાન્ડ i10 Nios : Hyundaiની ફેમિલી હેચબેક કાર Grand i10 Niosની શરૂઆતની કિંમત 6.63 લાખ રૂપિયા છે અને આ કારમાં તમને 6 એરબેગ્સ મળે છે.

મહિન્દ્રા XUV 3XO: મહિન્દ્રાની આ SUV ઘણી અદ્યતન સુવિધાઓ સાથે આવે છે અને 7.49 લાખ રૂપિયાની શરૂઆતની કિંમત સાથેની આ કારમાં તમને 6 એરબેગ્સ પણ મળે છે.

હ્યુન્ડાઈ i20 : હ્યુન્ડાઈની હેચબેક કાર i20ની શરૂઆતની કિંમત 7.05 લાખ રૂપિયા છે અને આ કારમાં પણ તમને 6 એરબેગ્સ મળે છે.