આ અબજોપતિએ ગૌતમ અદાણીને પછાડ્યા, અંબાણીની ખુરશી પણ ખતરામાં!

વિશ્વના અમીરોની યાદીમાં ખળભળાટ મચી ગયો છે. જેફ બેઝોસ ફરી એકવાર વિશ્વના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.

પ્રથમ નંબર પરથી સરકી ગયા બાદ એલન મસ્ક બીજા સ્થાને આવી ગયા છે. જ્યારે ત્રીજા નંબર પર બર્નાર્ડ આર્નોલ્ટ છે.

સાથે જ એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની સ્થિતિ પણ જોખમમાં છે. હાલમાં તેઓ વિશ્વના 12મા સૌથી અમીર વ્યક્તિ છે.

લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, મુકેશ અંબાણીની સંપત્તિમાં 24 કલાકમાં જંગી ઘટાડો જોવા મળ્યો છે.

મુકેશ અંબાણીને 24 કલાકમાં 1.32 અબજ ડોલરનું નુકસાન થયું છે. જેના કારણે તેમની નેટવર્થ ઘટીને 111 બિલિયન ડોલર થઈ ગઈ છે.

આ ઉપરાંત ગૌતમ અદાણીને તેમની મિલકતમાં પણ મોટું નુકસાન થયું છે. તેમની નેટવર્થ એક દિવસમાં 1.77 અબજ ડોલર ઘટી છે.

ગૌતમ અદાણીની સંપત્તિમાં ઘટાડાને કારણે તેઓ વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 14માં સ્થાને આવી ગયા છે.