15 ઓગસ્ટ 1947 જ્યારે ભારત આઝાદ થયું ત્યારે એવા કેટલાક વિસ્તાર હતા જે ભારતની સાથે નહતા બાદમાં ભારતે તેને સંઘનો ભાગ બનાવ્યા.
જૂનાગઢના નવાબ પણ પાકિસ્તાન સાથે જવા માંગતા હતા.સરદાર પટેલે જૂનાગઢમાં ઇંધણની સપ્લાય રોકી નાખી અને ભારતીય સેના જૂનાગઢમાં ઘુસી હતી. નવાબ આ જોઇને કરાચી ભાગી ગયા. જનમત સંગ્રહમાં જનતાએ ભારતનો સાથ આપ્યો હતો.
કાશ્મીરના મહારાજા હરિસિંહ ખુદને સ્વતંત્ર રાખવા માંગતા હતા. બાદમાં ઓક્ટોબર 1947માં જ્યારે પાકિસ્તાનના કબાયલીએ કાશ્મીર પર હુમલો કર્યો ત્યારે મહારાજાએ ભારત પાસે સૈન્ય મદદ માંગી હતી અને ભારતમાં વિલય પર સહમતિ આપી હતી. જે બાદ કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ બન્યું.
આઝાદી સમયે ભોપાલ પણ સાથે નહતું. અહીંના નવાબ પાકિસ્તાન સાથે જવા માંગતા હતા. એવામાં અહીંના નવાબે તિરંગો ફરકાવવા પર પ્રતિબંધ મુક્યો હતો. અહીં પ્રથમ વખત 1 જૂન 1949માં તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.
આઝાદી સમયે હૈદરાબાદ પાકિસ્તાન સાથે જવા માંગતુ હતું પણ સરદાર પટેલ હૈદરાબાદ ગુમાવવા માંગતા નહતા. હૈદરાબાદના નિઝામ ના માનતા સપ્ટેમ્બર 1948માં ભારતની સેનાએ હૈદરાબાદમાં પ્રવેશ કર્યો. ચાર દિવસના સંઘર્ષ બાદ હૈદરાબાદની સેનાએ આત્મસમર્પણ કરતા ભારત સાથે વિલય થયું.