કારકિર્દી ખાતર માતા નહીં બને આ અભિનેત્રી, કહ્યું- કોઈ અફસોસ નથી
નારાયણી શાસ્ત્રી 'સાસ ભી કભી બહુ થી', 'પિયા કા ઘર', 'લાલ બનારસી' જેવા શો કરીને ખ્યાતિ મેળવી છે.
નારાયણી માતા બનવા માંગતી નથી. તેણે 2015માં તેના બોયફ્રેન્ડ સ્ટીવન ગ્રેવર સાથે લગ્ન કર્યા હતા.
નારાયણીના પતિ બ્રિટિશ નાગરિક છે, જે ઘણા વર્ષોથી ભારતમાં રહે છે. આ કપલના લગ્નને 9 વર્ષ થયા છે. પરંતુ તેઓ માતા-પિતા બનવાના મૂડમાં નથી.
એક ઇન્ટરવ્યૂમાં નારાયણીએ કહ્યું - આ અમારો સમજી વિચારીને લીધેલો નિર્ણય છે, કે અમે બાળકોને જન્મ નહિ આપીએ.
નારાયણી શાસ્ત્રીના જણાવ્યા અનુસાર ઘણી સ્ત્રીઓ કામ અને બાળકોને સરળતાથી સંભાળે છે. પરંતુ આ મારા માટે મુશ્કેલ છે.
મારાં લગ્ન થયાં ત્યારે મેં મારા પતિ સાથે પણ પેરેન્ટીંગ વિષે વાત કરી હતી. મારી પાસે પાલતુ પ્રાણીઓ છે જે મને ગમે છે. હું વર્કહોલિક છું. તેથી જ હું આ તબક્કો માણી રહી છું.