એક્ટ્રેસ કીર્તિ સુરેશ લોન્ગટાઇમ બોયફ્રેન્ડ બિઝનેસમેન સાથે લગ્ન કરવા જઇ રહી છે. 15 વર્ષથી બન્ને વચ્ચે અફેર ચાલતું હતું.

કીર્તિ બિઝનેસમેન એન્ટની થાટિલને ડેટ કરી રહી છે. એક્ટ્રેસે બોયફ્રેન્ડ સાથેની તસવીર શેર કરી રિલેશન પબ્લિક કર્યું છે.

આ તસવીર દિવાળીની લાગે છે. ચારે તરફ ફટાકડા ફૂટી રહ્યાં છે. કીર્તિ એન્ટનીની બાજુમાં ઉભી છે અને બન્ને આકાશ તરફ જોઇ રહ્યાં છે.

અટકળો છે કે કીર્તિ અને એન્ટની આ વર્ષે 11-12 ડિસેમ્બરે ગોવામાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાના છે. લગ્નની તૈયારી પણ પૂર્ણ થઇ ગઇ છે.

કીર્તિએ રિંગ માસ્ટર, નેનૂ લોકલ, સરકાર અને મહાનતી જેવી ફિલ્મ કરી છે. કીર્તિને મહાનતી માટે નેશનલ એવોર્ડ પણ મળી ચુક્યો છે.

કીર્તિ વરૂણ ધવન સ્ટારર ફિલ્મ બેબી જોનથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવાની છે. આ ફિલ્મ 25 ડિસેમ્બરે રિલીઝ થશે.