બોલિવૂડમાં કરી 'દબંગ' એન્ટ્રી, 10 વર્ષથી નથી આપી એક પણ હિટ, હવે લગ્ન કરશે આ અભિનેત્રી
બોલિવૂડમાં ઘણા એવા સ્ટાર્સ છે જેમણે પોતાની પહેલી ફિલ્મથી બોક્સ ઓફિસ પર ધુમ મચાવી દીધી હતી. પરંતુ બાદમાં તેમના પર ફ્લોપનો ઠપ્પો લાગી ગયો.
આ લિસ્ટમાં અર્જુન કપૂરથી લઈને ડિનો મોરિયા જેવા નામ સામેલ છે. સોનાક્ષી સિન્હા પણ તેમાં સામેલ છે. છેલ્લા 10 વર્ષથી તેની એક પણ ફિલ્મ હિટ નથી થઈ.
હવે એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા 23 જૂનના રોજ ઝહીર ઈકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે.
શત્રુઘ્ન સિન્હાની દીકરીએ વર્ષ 2010માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે ફિલ્મ 'દબંગ'માં સલમાન ખાનની હિરોઈન બની હતી.
રિલીઝ બાદ આ ફિલ્મ ખૂબ જ હિટ થઈ હતી અને સોનાક્ષી સિન્હા રાતોરાત સ્ટાર બની ગઈ હતી. એક અહેવાલ પ્રમાણે વર્લ્ડવાઈડ આ ફિલ્મે 219 કરોડની કમાણી કરી હતી.
બે વર્ષ પછી સોનાક્ષી સિન્હાને અક્ષય કુમારની 'રાઉડી રાઠોડ' ફિલ્મ મળી. 2012માં રિલીઝ થયેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકેદાર હિટ થઈ હતી.
આ સિવાય અજય દેવગન સાથેની 'સન ઓફ સરદાર' અને સલમાન ખાન સાથેની 'દબંગ 2' હિટ રહી છે.
2014માં 'હોલિડે' હિટ થયા બાદ સોનાક્ષી આજ સુધી ફલોપ જ ગઈ છે. 'લૂટેરા', 'વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ દોબારા', 'બુલેટ રાજા', 'આર રાજકુમાર', 'એક્શન જેક્સન' વગેરે ફિલ્મો ફ્લોપ રહી છે.
આ સિવાય 'તેવર', 'અકીરા', 'ફોર્સ 2', 'નૂર', 'ઇત્તેફાક', 'વેલકમ ટુ ન્યૂયોર્ક', 'હેપ્પી ફિર ભાગ જાયેગી', 'કલંક', 'ખાનદાની શફાખાના', 'લાલ કપ્તાન' અને 'દબંગ 3' બોક્સ ઓફિસ પર કંઈ ખાસ કમાલ નથી કરી શકી.
વર્ષ 2022માં સોનાક્ષી સિન્હાની 'ડબલ એક્સેલ' ફિલ્મ રિલીઝ થઈ હતી. આ વુમન સેન્ટ્રિક ફિલ્મ હતી, જેમાં હુમા કુરૈશીએ પણ કામ કર્યું હતું. આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.
આ વર્ષે એપ્રિલમાં રિલીઝ થયેલી ફિલ્મ 'બડે મિયાં છોટે મિયાં'માં સોનાક્ષીએ કામ કર્યું હતું. લગભગ 350 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.